ન્યુ ઝીલેન્ડમાં જેસીન્ડા આર્ડેન જંગી બહુમતિ સાથે બીજી વખત વડાં પ્રધાન બનશે

 

ન્યુ ઝીલેન્ડના ૪૦ વર્ષીય વડાં પ્રધાન જેસીન્ડા આર્ડેન એતિહાસિક મત તફાવત સાથે જંગી બહુમતિથી બીજી ટર્મ માટે જીતી ગયા હતા. જ્યારે મોટાભાગના મતો ગણાઇ ગયા ત્યારે આર્ડેનના લિબરલ લેબર પાર્ટીએ ૪૯ ટકા મત જીત્યા હતા જેની સરખામણીમાં તેના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ નેશનલ પાર્ટીએ ૨૭ ટકા મત મેળવ્યા હતા. લેબર પક્ષ સંસદમાં પૂર્ણ બહુમતિ મેળવવાનું લક્ષ્ય ધરાવતો હતો જે ન્યુ ઝીલેન્ડમાં ૨૪ વર્ષ અગાઉ પ્રપોર્શનલ વોટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી તેના પછી આ પહેલા ક્યારેય બન્યું નથી. પરંપરાગત રીતે ત્યાં પક્ષોએ શાસન માટે ગઠબંધન કરવું પડતું હતું પરંતુ આ વખતે આર્ડેનનો લેબર પક્ષ એકલે હાથે સરકાર બનાવી શકશે.

ઓકલેન્ડમાં ટેકેદારોને સંબોધન કરતા આર્ડેને કહ્યું હતું કે આ કોઇ સામાન્ય ચૂંટણી ન હતી કે આ કોઇ સામાન્ય સમય નથી. કોરોના વાઇરસને દેશમાંથી દૂર કરવામાં તેમની સફળતાને કારણે તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઇ હતી. વડાં પ્રધાનપદે હોય ત્યારે બાળકને જન્મ આપનાર તેઓ વિશ્વના બીજા નેતા બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here