ચારુસેટ સંલગ્ન ARIP કોલેજ દ્વારા રિહેબિલિટેશન અને કોવિડ-૧૯ થીમ અંતર્ગત વર્લ્ડ ફિઝિયોથેરપી ડે ઉજવાયો

 

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સીટી  ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સીટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇનિ્સ્ટટ્યુટ ઓફ ફિઝિયોથેરપી (ARIP) દ્વારા તાજેતરમાં રિહેબિલિટેશન અને કોવિડ-૧૯ થીમ અંતર્ગત વર્લ્ડ ફિઝિયોથેરપી ડેની ઉજવણી કરવામાં આવી હતી.  ARIP પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિએ જણાવ્યું હતું કે ARIP દ્વારા આણંદમાં શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર છાત્રાલયમાં શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટર, નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ અને આયુર્વેદિક કોલેજ, પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર, પીપલગમાં, ડેમોલમાં ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટર, ARIP ઓપીડી અને ચારુસેટ હોસ્પિટલમાં એમ કુલ ૭ સ્થળોએ વર્લ્ડ ફિઝિયોથેરપી ડે અંતર્ગત રિહેબિલિટેશન અને કોવિડ-૧૯ થીમમાં ફિઝિયોથેરપીની ભૂમિકા વિષે જાગૃતતા અને ૧૫૦થી વધુ દર્દીઓને સમજ આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ માટે ફિઝિયોથેરપી કસરતોની ટેલિહેલ્થ ડિલિવરી, ફિઝિયોથેરપી કસરતો વિષે એડ મેડ સ્પર્ધા, સ્ટે હોમ-સ્ટે સેફ-સ્ટે ફિટ વિષે મીમ ક્રિએશન કોમ્પિટિશન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એડ મેડ સ્પર્ધા અને મીમ ક્રિએશન કોમ્પિટિશનમાં ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ૩-૩ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. છેલ્લાં ૧૦ વર્ષથી ARIP દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરપી ડેની ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન આણંદમાં શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર છાત્રાલયમાં શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થયા હતા અને અત્યાર સુધીમાં ૯૫૦૦થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ARIP આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મિતવા ઠક્કર અને એલ્યુમની ડો. રુત્વા શાહ દ્વારા WCPT ટૂલ કિટનું અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. આ ટૂલ કિટનો ઉપયોગ દર્દીઓમાં જાગૃતતા લાવવા માટે કરવામાં આવ્યો હતો