ઝી ટીવીનો ક્વિઝ શો અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી ટોચની બ્રાન્ડ્સને આકર્ષે છે

0
1065

ન્યુ યોર્કઃ ઝી ટેલિવિઝનનો નવો ફેમિલી ક્વિઝ શો ટોચની વિવિધ બ્રાન્ડ્સને આકર્ષે છે. ઝી ટીવીનો નવો ફેમિલી ક્વિઝ શો અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી (એએસએ) શરૂ થતાંની સાથે જ સાઉથ એશિયન વસતિને આવરી લેતા અમેરિકાના ટોચના એટવર્ટાઇઝર્સ અને બ્રાન્ડ્સના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ શોના પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે સ્ટેટ ફાર્મ ઇન્શ્યોરન્સ છે, જ્યારે કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે મેક્ડોનાલ્ડ્સ છે. આ સિવાય સ્પોન્સર તરીકે રેમિટલી અને એસોસિયેટ સ્પોન્સર્સ તરીકે ક્વાન ફ્ૂડ્સ અને સેન્ટ જ્યુડ્સ છે.
સમુદાય સંબંધિત આ શોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં વિવિધ બ્રાન્ડ્સ આ શોને સ્પોન્સર કરવા તૈયાર છે. એએસએફ ઝી ટીવી દ્વારા વિકસાવાયેલા સ્થાનિક કાર્યક્રમોની યાદીમાં જોડાયું છે, જેમાં ‘મેરીડ ઇન સેવન ડેઝ’, ‘બ્રેકથ્રુ’, ‘મેડ ઇન અમેરિકા’, અને ‘ધોઝ હુ મેડ ઇટ’નો સમાવેશ થાય છે.
તમામ શો અમેરિકામાં વિકસાવાયેલા અને નિર્મિત થયેલા છે, જેને સાઉથ એશિયન વસતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
ક્વાન ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર ટીમ ટાને જણાવ્યું હતું કે ક્વાન માટે, અમારા ગ્રાહકો સાથે સતત જોડાયેલા રહેવું ખૂબ જ મહત્ત્વનું છે.

અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી ક્વિઝ શોનું સંચાલન 23 વર્ષના યુટ્યુબના પ્રતિભાશાળી હોસ્ટ ઝાયેદ અલી કરી રહ્યા છે. આ શો અમેરિકામાં ઘરઘરમાં લોકપ્રિય ‘ફેમિલી ફ્યુડ’ અને ‘જ્યોપરડી’નો અનોખો સમન્વય છે. 24મી ફેબ્રુઆરી, શનિવારના રોજ મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ મેગા-જાયન્ટ ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ બ્રાન્ડ ન્યુ ટેલિવિઝન ગેમ શો ‘અમેરિકાઝ સ્માર્ટેસ્ટ ફેમિલી’ રજૂ થયો છે. આ શોમાં 15 પરિવારો ભાગ લેશે અને વિજેતાને દસ હજાર ડોલરનું રોકડ ઇનામ આપવામાં આવશે. ઝી ટીવી પર રજૂ થઈ રહેલો આ સૌપ્રથમ અંગ્રેજી ભાષાનો આ પ્રકારનો ક્વિઝ શો છે, જેમાં દુનિયાના સૌથી તેજસ્વી ગણાતા સાઉથ એશિયન પરિવારોમાંથી કેટલાક પરિવારોને આ શોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સ્પેશિયલ ઝી ટીવી શો સાઉથ એશિયન વારસાને ઉજાગર કરે છે. દરેક એપિસોડમાં પડકારજનક ઇનસ્ટુડિયો ક્વેશ્ચન રાઉન્ડ આવશે. સ્પર્ધકોની જવાબ આપવાની ઝડપ ચકાસવામાં આવશે તેમ જ તેઓની ટીમ તરીકે કામ કરવાની ક્ષમતા પણ તપાસવામાં આવશે. સૌથી ઝડપી પરિવાર આ સ્પર્ધાનો ખિતાબ ઘરે લઈ જશે.
સ્પર્ધકોને સાયન્સ, મેથ્સ, આર્ટ્સ, ઇતિહાસ, ભૂગોળમાથી કોઈ પણ એક વિષયની પસંદગી કરવી પડશે. ફર્સ્ટ રાઉન્ડ દરમિયાન દરેક સાચા જવાબ માટે 100 પોઇન્ટ આપવામાં આવશે. ત્રીજા અને ચોથા રાઉન્ડ સુધી ખોટા જવાબ માટે કોઈ પણ પોઇન્ટ કપાશે નહિ.

દરેક ખોટા જવાબના કારણે ટીમના 100 પોઇન્ટ કાપવામાં આવશે.
સ્પર્ધા આગળ વધતી જશે તેમ તેમ સવાલો વધારે મુશ્કેલ બનશે. દરેક સાચા જવાબના 200 પોઇન્ટ મળશે. પાંચમા અને ફાઇનલ રાઉન્ડ દરમિયાન, ગેમમાં વળાંક આવશે અને હોસ્ટ ઝાયેદ અલી ક્લ્યુ આપશે નહિ. જો ટીમ કલ્યુ વગર સવાલના જવાબો આપશે, વધુમાં વધુ 1000 પોઇન્ટ આપવામાં આવશે. જો પરિવાર ક્લ્યુ લેવાનું પસંદ કરશે, તો દરેક કલ્યુની કિંમત 200 પોઇન્ટ રહેશે. પાંચ રાઉન્ડના અંતે સ્કોર 2400થી 5500ની વચ્ચે રહેવો જોઈએ.

જોે ટાઈ પડશે તો એક્સ્ટ્રા ટાઇબ્રેકર રાઉન્ડ વિજેતા નક્કી કરશે. પ્રથમ ચાર એપિસોડ દરમિયાન ચાર પરિવારો એકબીજા સાથે સ્પર્ધા કરશે. આઠ વિજેતા ટીમો સેમી ફાઇનલ માટે સ્પર્ધા કરશે અને ફક્ત બે પરિવાર વિજેતા થશે, જે ફાઇનલમાં ટકરાશે. આ શો ઝી ઓરિજિનલ્સ ઇનિશિયેટિવનો હિસ્સો છે, જે સાઉથ એશિયન દર્શકોને આકર્ષશે.
એશિયા ટીવીના હેડ ઓફ અમેરિકા સમીર તારગેએ જણાવ્યું હતું કે નોર્થ અમેરિકામાં પ્રસારણના 20મા વર્ષ દરમિયાન દર્શકોને સુસંગત હોય તેવા કાર્યક્રમો દર્શાવવાનું આયોજન છે, જેમાં સ્થાનિક સમુદાયો ભાગ લઈ શકશે.
ઝી ટીવી યુએસએ અમેરિકામાં 1998માં સૌપ્રથમ હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતથી જ અને હાલ બે દાયકા પછી ઝી ટીવી પાસે 43 નેટવર્ક છે અને ફુલ ટાઇમ સમર્પિત કર્મચારીઓ છે, જે નોર્થ અમેરિકા અને કેરેબિયનનાં પાંચ વિવિધ સ્થળોમાં પથરાયેલા છે. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here