જ્યોતિષ 

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરોફરો, પણ મનમાં ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. નાણાકીય સાહસથી દૂર રહેવું. તબિયતની કાળજી વિશેષ રાખવી. પ્રવાસ-પર્યટન ટાળવાં. સ્નેહીઓ, શુભેચ્છકો સાથે મિલન મુલાકાત શક્ય બનશે. ગૃહજીવનમાં એકંદરે શાંતિ જણાશે. સપ્તાહના આખરમાં કંઈક રાહત થાય. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૬, ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮, ૯ મિલન મુલાકાત શક્ય બને.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયમાં આપના ધંધાના યા નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. માનસિક બોજો રહેશે છતાં જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ પરિસ્થિતિ ઝડપથી સુધરવા પામશે. પરિણામે ચિંતાનો ભાર હળવો થશે. ઉતાવળા અધીરા થવાથી નુકસાન થવાની સંભાવના વિશેષ જણાય છે. આર્થિક સમસ્યામાંથી ચોક્કસપણે બહાર નીકળાશે. તા. ૩, ૪, ૫ મધ્યમ દિવસો ગણાય. તા. ૬, ૭ સફળતાસૂચક દિવસો. તા. ૮, ૯ લાભ.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહ દરમિયાન માનસિક રીતે અસ્વસ્થતા તથા બેચેની વધશે. નાણાકીય પરિસ્થિતિ સુધરતી જણાય. આવકવૃદ્ધિની તકો મળવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વની સાનુકૂળ તક મળશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. ધંધાકીય ક્ષેત્રે વિકાસનો માર્ગ ખૂલશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪, ૫ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૬, ૭ લાભકારક દિવસો પસાર થાય. તા. ૮, ૯ સામાન્ય દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં સંજોગો અંતરાયો અને વિલંબના જણાય છે. કોઈ પણ કાર્ય ધારી રીતે ન થતાં માનસિક તાણ વધશે. નાણાકીય દષ્ટિએ આવકની સામે ખર્ચના પ્રસંગો ઊભા થશે. આર્થિક બોજો વધી ન જાય તે જોશો. દામ્પત્યજીવનમાં વિખવાદ થયો હશે તો તે નિવારી શકાય. વિવાહઇચ્છુકો માટે સમય શુભ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩, ૪, ૫ ચિંતાજનક દિવસો પસાર થાય. તા. ૬, ૭ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૮, ૯ શુભ કાર્ય થઈ શકે.

સિંહ (મ.ટ.)

આ સમયમાં માનસિક તાણ – ટેન્શન હળવું થશે. મિત્રો યા સ્વજનોનો સાથસહકાર મળશે. અકારણ ચિંતા દૂર થશે. આપના નાણાકીય સંજોગો ધીરે ધીરે સુધરતા જણાશે. જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. ધીરેલાં-ઉછીના આપેલાં નાણાં પરત મળી શકે તેમ છે. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળવું પડશે. તા. ૩, ૪, ૫ ચિંતામુક્ત રહી શકો. તા. ૬, ૭ સફળતા મળે. તા. ૮, ૯ નોકરિયાત વર્ગે સંભાળવું પડશે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપને વિશેષ કાર્યરત રહેવું પડશે. કામગીરી વધશે અને થોડા ઘણા અવરોધો છતાંય સફળતા મળશે. મનનો બોજ ઘટશે. નવી વધારાની આવક ઊભી થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે નાણાકીય સગવડ થશે. આર્થિક પ્રશ્નો હલ પણ થઈ શકે તેમ છે. જમીન-દુકાનને લગતા પ્રશ્નોમાં વિશેષ રાહત જણાશે. તા. ૩, ૪, ૫ મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. તા. ૬, ૭ આર્થિક લાભ થાય. તા. ૮ સફળતાસૂચક દિવસ. તા. ૯ શુભમય દિવસ.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપના નાણાકીય સંજોગો સુધરશે. ફસાયેલાં નાણાં છૂટાં થઈ શકે. નવું હાઉસ ખરીદવું કે વેચવું હોય તો તે માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વાહનથી સુખ મળે. નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ દૂર થાય અને સારી તકો મળવાની સંભાવના પણ ખરી જ. સુધરતા ગ્રહમાનનો લાભ આપને અવશ્ય મળશે. તા. ૩, ૪, ૫ નાણાકીય સંજોગો સુધરશે. તા. ૬, ૭ મિલકતના પ્રશ્નો હલ થાય. તા. ૮, ૯ સારી તક મળે.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપની માનસિક સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બનશે. નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે. લાભની અન્ય કોઈ નવી તક પણ આવી મળવાની સંભાવના ખરી જ. સંપત્તિને લગતી કામગીરીમાં અવશ્ય લાભ મળે. નોકરિયાત વર્ગને કેટલીક પ્રતિકૂળતાઓ પછી સફળતા મળશે. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૬, ૭ રાહત થાય. તા. ૮, ૯ લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયમાં આપની ઉન્નતિનો યોગ જણાય છે. ઉત્સાહ સાથે માનસિક પ્રસન્નતા વધવા પામશે. નાણાકીય પરિસ્થિતિ સુધરશે, સાથે સાથે કૌટુંબિક યા અન્ય પ્રકારે ખર્ચ ચાલુ રહેશે, જેથી આવકમાં વધારો ખાસ દેખાશે નહિ. નોકરિયાત વર્ગના પ્રશ્નો હલ થાય તેવા યોગો જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩, ૪, ૫ આનંદમય દિવસો ગણાય. તા. ૬, ૭ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૮ સામાન્ય દિવસ. તા. ૯ બપોર પછી રાહત થાય.

મકર (ખ.જ.)

આપનો આ સમય ખર્ચ અને નાણાભીડ સૂચવે છે. વધારાની આવક ઊભી થવા છતાં ખર્ચનો પ્રવાહ ચાલુ રહેતાં પરિસ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ વિશેષ જણાય છે. નાણાકીય લેવડદેવડમાં પણ વિશેષ કાળજી રાખવી જરૂરી છે. મકાન-મિલકતને લગતા પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવી શકાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪, ૫ નાણાભીડ રહેશે. તા. ૬, ૭ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૮ સફળતાસૂચક દિવસ. તા. ૯ શુભ સમાચાર મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનથી પ્રસન્નતા જેવું ઓછું જણાશે. આપના પ્રયત્નો જોઈએ તેવા સફળ ન થતાં નિરાશા જન્મશે. અંતરાયો ઊભા થશે. આર્થિક બાબતો વધુ ધ્યાન માગી લેશે. આવક સામે જાવક વિશેષ રહેતાં માનસિક ચિંતા વધવા પામશે. પ્રવાસ પર્યટન ટાળવાં મિલન મુલાકાત શક્ય બનશે. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળવું. તા. ૬, ૭ આર્થિક પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપવું. તા. ૮, ૯ લાભ.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયમાં આપનાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં અને અડચણમાંથી માર્ગ મળતાં આર્થિક તકલીફો હળવી થશે અને આપનો ઉત્સાહ-ઉમંગ વધવા પામશે. નવી કે વધારાની આવક ઊભી કરી શકાય. સાંપત્તિક પ્રશ્નોમાં સફળતા તેમ જ પ્રગતિ જણાય કોઈ વિવાદ હશે તો તેનું નિવારણ અવશ્ય થઈ જશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪, ૫ કાર્ય સફળ થાય. તા. ૬, ૭ ઉત્સાહ, ઉમંગ વધશે. તા. ૮ સાંપત્તિક પ્રશ્નોમાં લાભ થાય. તા. ૯ શુભ સમાચાર મળે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here