જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1358

મેષ (અ.લ.ઇ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપને કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને સપ્તાહના અંતિમ ચરણમાં દરેક બાબતમાં દરેક રીતે ધ્યાન રાખવું પડશે. તે સિવાય સંતાનોનો ભાગ્યોદય શક્ય બનશે. મકાનવિષયક બાકી પ્રશ્નોનો નિકાલ આવી શકે તેમ જણાય છે. તા. 22, 23, 24 આનંદમય દિવસો ગણાય. તા. 25, 26 સામાન્ય દિવસો ગણાય. તા. 27, 28 લાભ થાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે, પરંતુ અંતિમ દિવસોમાં આર્થિક સમસ્યાઓ સતાવી શકે તેમ છે. નાણાકીય લેવડ-દેવડમાં વિશેષ કાળજી રાખવી. તબિયત સંભાળવી, પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 22, 23 સામાન્ય દિવસો. તા. 24, 25, 26 આનંદમય દિવસો પસાર થાય. તા. 27, 28 દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)આ સપ્તાહમાં આપ હરો ફરો પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. ચિંતા – ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. ઘરનાં – બહારનાં તમામ કામોની જવાબદારી વધવા પામશે. સાથે સાથે ધાર્યું પરિણામ ન મળતાં મનની શાંતિ વિશેષ જોખમાશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓએ દરેક બાબતમાં કાળજી રાખવી જરૂરી છે. વાહનથી ખાસ સંભાળવું. તા. 22, 23, 24 દરેક રીતે સંભાળવું. તા. 25, 26 નિરાશાજનક દિવસો ગણાય. તા. 27, 28 વાહનથી સંભાળવું.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને વિવિધ રીતે માનસિક અશાંતિનો અનુભવ થશે. આપ ઉચાટ, ઉદ્વેગથી સતત પરેશાન થાઓ તેવા યોગોને નકારી શકાય તેમ નથી. હિતશત્રુઓથી પણ સંભાળવું પડશે. નોકરિયાત વર્ગે પણ વિશેષ સાવધાનીપૂર્વક કાર્ય કરવું પડશે. ધંધાકીય હરીફોથી પણ સાવધાન રહેવું હિતાવહ જણાય છે. તા. 22, 23, 24 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 25, 26 ઉચાટ, ઉદ્વેગ જેવું રહેશે. તા. 27, 28 ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. ગૃહસ્થજીવનમાં સંયમ તથા સમજદારીથી કામ લેવું પડશે. જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ કંઈક રાહતની લાગણી અનુભવશો. બેરોજગારને નોકરી મળવાની સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. તા. 22, 23, 24 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 25, 26 સંયમ રાખવો. તા. 27, 28 સામાન્ય દિવસો ગણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. છતાં અતિ વિશ્વાસમાં રહી કોઈ પણ પગલું ભરવું હિતાવહ જણાતું નથી. નોકરિયાત વર્ગને વિશેષ લાભ – શાંતિ મળવાની શક્યતાઓ ખરી જ. અંતિમ દિવસોમાં શરીરની કાળજી વિશેષ રાખવી પડશે. પ્રવાસ માટે સમય યોગ્ય જણાતો નથી. નોકરિયાત વર્ગને એકંદરે રાહત જણાશે. તા. 22, 23, 24 રાહત જણાય. તા. 2, 26 દરેક રીતે સંભાળવું. તા. 27, 28 નોકરિયાત વર્ગ માટે શુભ દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં પ્રારંભિક તબક્કામાં આપને સુખ-શાંતિ જણાશે. જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. કુટુંબમાં સ્વજનો – આપ્તજનો સાથે મનભેદ તથા મતભેદ થવાની શક્યતાઓ ખરી જ. આરોગ્યની કાળજી રાખવી. સંતાનોના પ્રશ્નો પીડા આપે તેમ છે. તા. 22, 23, 24 રાહત જણાય. તા. 25, 26 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 27, 28 સંતાનોના પ્રશ્નો મૂંઝવશે.

વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને દોડધામ, ખર્ચ, જવાબદારી તથા માનસિક ચિંતા જેવું રહ્યા કરશે. તબિયતની વિશેષ કાળજી રાખવી પણ જરૂરી જણાય છે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ કંઈક રાહતની લાગણી અનુભવશો. સરકારી કામોમાં સફળતા મળવાની સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો, વાહનથી ખાસ સંભાળવું. તા. 22, 23, 24 દરેક રીતે સંભાળવું. તા. 25, 26 તબિયતની સંભાળ રાખવી. તા. 27, 28 સફળતા મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ રાહતનો અનુભવ પણ અવશ્ય થશે. તરુણો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને બઢતી મળવાના યોગો પણ પ્રબળ જણાય છે. તા. 22, 23, 24 દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. 25, 26 રાહત જણાય. તા. 27, 28 શુભ સમાચાર મળે.

મકર (ખ.જ.)
શરૂઆતના દિવસોમાં આપને જવાબદારીભર્યાં કાર્યો કરવાની ફરજ પડશે, જેના કારણે માનસિક ચિંતા બોજ જેવું જણાશે. પ્રિય સ્વજનોની ચિંતા પણ આપની શાંતિમાં ભંગ કરે તેમ છે. મિલન – મુલાકાત વ્યર્થ નીવડે. નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ કાળજી રાખવી જરૂરી જણાય છે. નોકરિયાત વર્ગને શુભ સમાચાર મળી શકે. તા. 22, 23 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 24, 25, 26 નુકસાનથી બચવું. તા. 27, 28 શુભ સમાચાર મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં પ્રારંભિક તબક્કામાં આપ હરોફરો પરંતુ મનમાં શાંતિનો અહેસાસ થશે નહિ. ઘરની બહારની જવાબદારીભર્યાં કાર્યોમાં આપ અટવાયેલા રહેશો. ચિંતા – ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. વ્યવસાય ક્ષેત્રે હિતશત્રુઓથી ખાસ સંભાળવું પડશે. આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. વાહનથી સંભાળવું. તા. 22, 23, 24 ઉચાટ ઉદ્વેગ રહેશે. તા. 24, 25 હિતશત્રુઓથી સંભાળવું. તા. 26, 27, 28 દરેક રીતે સંભાળવું.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભમાં આપને એકંદરે રાહત જેવું જણાશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. નોકરી-ધંધામાં જવાબદારી વધવા પામશે. આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. તરુણો માટે સમય શુભ જણાય છે. તા. 22, 23 રાહત જણાય. તા. 24, 25, 26 દરેક બાબતમાં કાળજી રાખવ.ી તા. 27, 28 પ્રવાસ ટાળવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here