જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સાંપત્તિક પ્રશ્ર્નો ગૂંચવાશે. સ્વજનો સાથે મનદુ:ખ થવાની શક્યતાઓ ખરી જ. મિત્રો મદદ‚પ થશે. નોકરિયાત વર્ગને સંઘર્ષ પછી સફળતા મળે તેવા યોગો જણાય છે. ધંધાકીય બાબતોમાં રાહત રહેશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. તા. ૨૯, ૩૦, ૩૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૧, ૨ લાભકારક દિવસો. તા. ૩ શુભ દિવસ. તા. ૪ ધંધાકીય ફાયદો થશે.

વ્ૃષભ (બ.વ.ઉ.)

જમીન મકાનને લગતી બાબતો અંગે પરિસ્થિતિ સુધરતી જણાશે. કાર્યસફળતા મળતી જણાશે. કૌટુંબિક કલહ વિસંવાદિતા વગેરે ટાળવા પ્રયત્ન કરવો હિતાવહ જણાય છે. કુનેહથી કાર્ય કરવાથી સફળતા મળશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો સાથસહકાર મળશે. ગૂંચવાયેલા પ્રશ્ર્નો ઉકેલાશે, કોઈ પરિવર્તનની શક્યતાઓ પણ ખરી જ. તા. ૨૯, ૩૦, ૩૧ એકંદરે રાહત જણાશે. તા. ૧, ૨ સંઘર્ષ ટાળવો. તા. ૩, ૪ સારા સમાચાર મળે.

મિથુન (ક.છ.ઘ.)

નોકરિયાત વર્ગ માટે સમય શુભ જણાય છે. પ્રગતિનો માર્ગ ખૂલશે. સ્થળાંતર-બદલીનો પ્રશ્ર્ન પણ મળી શકે. આ યોગ પ્રથમ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચના થઈ શકશે. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા અને સંવાદિતા જણાશે. જીવનસાથીનો સહકાર વિશેષ મળશે. સાંપત્તિક પ્રશ્ર્નો માટે પણ સમય શુભ જણાય છે. તા. ૨૯, ૩૦, ૩૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧, ૨ લાભકારક દિવસો. તા. ૩ સારા સમાચાર મળે. તા. ૪ શુભમય દિવસ.

કર્ક (ડ.હ.)

સંતાનોના અભ્યાસ અંગે સમય વિશેષ શુભ જણાય છે. નાણાકીય બાબતોમાં સંભાળીને યોગ્ય નિર્ણયો લેવા પડશે. નાણાભીડનો અનુભવ થવાની પણ સંભાવના ખરી જ. ગ્ાૃહસ્થજીવનમાં વિસંવાદિતા સાથે કલહ-ક્લેશ ઊભો થવાની શક્યતાઓ પણ ખરી જ. વિવાદ ટાળવા પ્રયત્નો કરવો. આરોગ્ય સાચવવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૯, ૩૦, ૩૧ શુભમય દિવસો ગણાય. તા. ૧, ૨ લાભ થાય. તા. ૩ વિવાદ-સંઘર્ષ ટાળવો. તા. ૪ બપોર પછી રાહત થાય.

સિંહ (મ.ટ.)

નોકરિયાત વર્ગે વિશેષ ધ્યાન રાખવું પડશે. વર્તમાન પરિસ્થિતિ અકળાવશે. સહકર્મચારીઓ સાથેની ગેરસમજો ટાળજો. લાભ દેખાશે તે મળશે નહિ. ધંધામાં નવું સાહસ કરવું હિતાવહ નથી, ધીરજથી કામ લેજો, નહિતર નુકસાન થવાની સંભાવના ખરી જ. જીવનસાથીની તબિયત અંગે ચિંતા – ખર્ચ રહેશે. તા. ૨૯, ૩૦, ૩૧ સફળ દિવસો ગણાય. તા. ૧, ૨ લાભ થાય. તા. ૩, ૪ પ્રવાસ ટાળવો.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આવકનું પ્રમાણ ઘટશે. અલબત્ત, આપની સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાચવવું પડશે. અકારણ ચિંતા રહેશે. વ્યાવસાયિક કાર્યમાં લાભ સાથે સરળતા રહેશે. કોઈ સારી તક મળવાની સંભાવના પણ ખરી જ. સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો સાથે હળવામળવાનું થાય. તા. ૨૯, ૩૦, ૩૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૪ શુભમય દિવસ.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આવકનું પ્રમાણ ઘટશે. અલબત્ત, આપની સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાચવવું પડશે. અકારણ ચિંતા રહેશે. વ્યાવસાયિક કાર્યમાં લાભ સાથે સરળતા રહેશે. કોઈ સારી તક મળવાની સંભાવના પણ ખરી જ. સ્નેહીઓ શુભેચ્છકો મિત્રો સાથે હળવામળવાનું થાય. તા. ૨૯, ૩૦, ૩૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૪ બપોર પછી રાહત થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું પડશે. તેમના ક્ષેત્રમાં ખોટી અશાંતિ, ઉચાટ, ઉદ્વેગ સાથે વાદવિવાદના પ્રસંગો સર્જાશે. બદલીનો પ્રશ્ર્ન ગૂંચવાશે. ધંધાકીય લાભ સાથે ઉન્નતિનો માર્ગ મોકળો બનશે. જીવનસાથી સાથેની ગેરસમજો દૂર થતાં પ્રસન્નતા વધશે, આરોગ્ય સંભાળવું. તા. ૨૯, ૩૦, ૩૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧, ૨ વિવાદ ટાળવો. તા. ૩, ૪ એકંદરે રાહત જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક જવાબદારી માટે નાણાકીય વ્યવસ્થા શક્ય બનશે. આપના વિકાસ તથા સગવડો પાછળ નાણાં ખર્ચાશે. જમીન-મકાનને લગતી કામગીરીમાં પ્રતિકૂળતા જણાશે. દામ્પત્ય-જીવનમાં વિવાદ-વિસંવાદિતા ટાળવા પ્રયત્ન કરવો. કૌટુંબિક પ્રશ્ર્નોના ન ઉકેલ માટે પણ ધીરજ રાખવી પડશે. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૯, ૩૦, ૩૧ કાર્યસફળતાનો યોગ થાય છે. તા. ૧, ૨ ખર્ચનું પ્રમાણ વધશે. તા. ૩, ૪ ધીરજથી કામ કરવું પડશે.

મકર (ખ.જ.)

નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ શુભ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે ઉન્નતિનો માર્ગ મોકળો બનતો જોવા મળશે. તે સિવાય આપના ગ્ાૃહજીવનમાં વિસંવાદિતા કે ગેરસમજો વગેરે ઉપસ્થિત થયેલાં હશે તો તે દૂર થઈ શકશે. સુસંવાદિતાનું વાતાવરણ સર્જાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૯, ૩૦ લાભકારક દિવસો પસાર થાય. તા. ૩૧ શુભમય દિવસ ગણાય. તા. ૧, ૨ આનંદમય દિવસો ગણાય. તા. ૩ બપોર પછી વિશેષ રાહત થાય. તા. ૪ મિશ્ર દિવસ.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપના દિવસો આનંદમય પસાર થશે. વ્યાવસાયિક લાભના પ્રસંગો ઊભા થશે. ગૃહસ્થજીવનમાં વાણી, વર્તન, વ્યવહારમાં સંયમ ટાળવો પડશે. પ્રવાસ પર્યટન માટે સમય સાનુકૂળ જણાય છે. સ્નેહીઓ શુભેચ્છકોની મદદ મળશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ છે. તા. ૨૯, ૩૦ શુભ દિવસો ગણાય. તા. ૩૧, ૧ પ્રગતિકારક કાર્યરચના થાય. તા. ૨, ૩ શુભ દિવસો ગણાય. તા. ૪ લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં નાણાભીડનો અનુભવ થાય તેવા યોગો જણાય છે. ખરીદી તથા પ્રવાસ પાછળ ખર્ચ થવાની સંભાવના વિશેષ જણાય છે. હિતશત્રુઓથી સાચવવું પડશે. જીવનસાથીના આરોગ્યની ચિંતા વિશેષ રહેશે, ધંધાકીય મૂંઝવણોમાંથી ઉકેલ મળતાં રાહત અનુભવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૯, ૩૦, ૩૧ નાણાભીડનો અનુભવ થાય. તા. ૧, ૨ ગૃહસ્થજીવનમાં તકલીફો થાય. તા. ૩ એકંદરે રાહત જણાશે. તા. ૪ શુભ દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here