નર્મદા બાલ ઘરમાં સર્જનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગોમાંથી શીખતા ઊભરતા વિજ્ઞાનીઓ


નર્મદા બાલ ઘરના ફાઉન્ડર અને ટ્રસ્ટી ભરત મહેતા સાથે
પદ્મશ્રી ડો. સુધીર પરીખ.
ન્યુ યોર્કઃ 81 વર્ષની વયના ભરત મહેતા માટે પરોપકારી પ્રવૃત્તિ અને દાનનો પ્રવાહ વહેવડાવવો આજીવન કાર્ય છે.
ત્રીજી જુલાઈએ અમદાવાદ જિલ્લાના ધોળકામાં મહેતાના ટ્રસ્ટ નર્મદા બાલ ઘર દ્વારા તૈયાર કરાયેલો વિજ્ઞાનનો અભ્યાસક્રમ શીખીને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની બીજી બેચ બહાર પડી હતી. નર્મદા બાલ ઘર ભરત મહેતાનાં માતાના નામથી પાડવામાં આવ્યું છે.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખના તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે નર્મદા બાલ ઘરના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં, જેમાંની મોટા ભાગની વિદ્યાર્થિનીઓ હતી. ડો. પરીખે જણાવ્યું હતું કે આ વાતનું તમામ શ્રેય ભરત મહેતાને, તેમના વિઝનને અને બાળકોને પૂરા પાડેલા વિજ્ઞાનના પ્રયોગો-અભ્યાસક્રમને ફાળે જાય છે.
મહેતાએ જણાવ્યું હતું કે વિજ્ઞાન સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે, પરંતુ છથી સોળ વર્ષની વયજૂથ ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન શીખે છે જે હજી પણ બ્રિટિશરો દ્વારા તૈયાર કરેલા અભ્યાસક્રમ પર આધારિત છે.
તેમણે કેટલાંક વર્ષ અગાઉ સન 1999માં ટ્રસ્ટની સ્થાપના કરી અને કુશળ શિક્ષકો તેમ જ અન્યોને અભ્યાસક્રમ તૈયાર કરવા માટે આપ્યો, જેના કારણે બાળકોની સર્જનશક્તિ બહાર આવી શકે, એવા વિષયો ઓફર કર્યા જે હાલની શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં નહોતી કરી શકતી, જેવા કે સંગીત, નૃત્ય, ડ્રોઇંગ, ડિબેટ, રમતગમત વગેરેનો સમાવેશ થતો હતો. આજની તારીખે નર્મદા બાલ ઘરનું પવિત્ર શિક્ષણ લગભગ 700 સ્કૂલોમાં, છ ભાષામાં બે લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે. 2011થી ટ્રસ્ટ દ્વારા ભારતની તમામ સ્કૂલોમાં પ્રવૃત્તિ આધારિત વિજ્ઞાન શીખવાડવામાં આવે છે. વિવિધ બિનનફાકારક સંગઠનો તેઓની શિક્ષણ પ્રવૃત્તિના ભાગરૂપે આ અભ્યાસક્રમ સ્વીકારીને ચલાવે છે.
ભરત મહેતા 1961માં અમેરિકન યુનિવર્સિટીમાંથી એમબીએ થઇને પાછા આવ્યા હતા. તેમણે વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓમાં 1978 સુધી નોકરી કરી. આ પછી તે સમય દરમિયાન સોફટવેર એક્સપોર્ટ ફર્મની સ્થાપના કરી અને સોફટવેર એક્સપોર્ટ કાઉન્સિલ ઓફ વેસ્ટ ઇન્ડિયાના ચેરમેન હતા. આ ઉપરાંત તેઓ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસના એડવાઇઝરી બોર્ડમાં હતા, કેટલીક કંપનીઓના ડિરેક્ટર હતા અને વિવિધ ભારતીય ઉદ્યોગગૃહોના કન્સલ્ટન્ટ હતા.
જોકે ભરત મહેતાનું પરોપકારી કાર્ય અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે તેમણે ટ્રસ્ટનું નામ પોતાની માતાના નામને નર્મદા બાલ ઘર સાથે જોડ્યું, જે તેમના માટે સંતોષજનક છે. તેઓ પ્રોજેકટ લાઇફ રાજકોટના ટ્રસ્ટી છે અને કર્તવ્ય વેલફેર ફાઉન્ડેશન મુંબઈના પથદર્શક છે.
વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરતા ડો. સુધીર પરીખ.
ત્રીજી જુલાઈએ યોજાયેલા સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધતાં ડો. સુધીર પરીખે વિદ્યાર્થી ભાઈબહેનોને તેમના જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંક રાખવા આહ્વાન કર્યું હતું. તમે નાનકડા ગામડાંમાંથી આવો છો કે કઈ પરિસ્થિતિમાંથી પસાર થયેલા છો, મોટાં સપનાં નિહાળો અને દુનિયામાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો.
ડો. સુધીર પરીખે પોતાની જીવનયાત્રાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે પોતે રસ્તા પર સ્ટ્રીટલાઇટના અજવાળામાં બેસીને વાંચતા હતા અને આજે ન્યુ યોર્ક-ન્યુ જર્સી-પેન્સિલવેનિયા એરિયામાં પોતાની માલિકીનાં 21 મેડિકલ ક્લિનિક છે, જેમાં 300 ડોક્ટરો અને અન્ય પ્રોફેશનલોને રોજગારી આપે છે. પોતે સૌથી વિશાળ ભારતીય-અમેરિકન પબ્લિશિંગ હાઉસ (જે અંગ્રેજી-ગુજરાતી અખબારો પ્રકાશિત કરે છે) અને ટેલિવિઝન કંપની ચલાવે છે.
ડો. પરીખને એનજીઓ વી આર ઓલ હ્યુમન્સ (ડબ્લ્યુએએએચ-વાહ) તરફથી તેમના પરોપકારી કાર્ય અને ભારત માટેના પ્રેમ બદલ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરત મહેતાના જણાવ્યા મુજબ અમારું 2018-2019નું વિઝન ભારતમાં ઘણાં રાજ્યોમાં વિવિધ ભાષાઓમાં બાળકો સુધી અમારા કાર્યના લાભો પહોંચાડવાનું છે, કારણ કે 85 ટકા બાળકો સ્થાનિક ભાષા શીખે છે. આ પ્રયાસના ભાગરૂપે પ્રોજેક્ટ પ્રમોટર કિરીટ જોશી 17 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે આવી રહ્યા છે જે નર્મદા બાલ ઘરના કાર્ય માટે અવેરનેસ ઊભી કરશે અને સમર્થન મેળવશે.
ભરત મહેતા કહે છે કે મારી દરખાસ્ત એ છે કે અમે જે જ્ઞાન તૈયાર કરીએ છીએ, તેનો લાભ કોઈ પણ એનજીઓને ગમે ત્યાં મળી શકે તે હેતુથી અમારું ટ્રસ્ટ દાન આપશે.