ગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને અનુભવી આકારણી કેવી રીતે અને શા માટે કરાય છે?ઃ ભાગ-1

0
968

 

 

 

 

એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા માટે મહત્ત્વનો સવાલ એ છે કે એચ-વનબી નોનઇમિગ્રન્ટ પાસે અમેરિકાની સ્નાતકની પદવીની સમકક્ષ પદવી છે કે નહિ. મોટા ભાગના સંભવિત એચ-વનબી રોજમદારો અને એચ-વનબી રોજગારદાતાઓએ નીચે મુજબના બે વિચારોમાંથી કોઈ પણ એક વિચાર સાથે શરૂઆત કરવી જોઈએઃ હું અમેરિકામાં એચ-વનબી વિઝાનો ઉપયોગ કરીને કામ કરવા માગું છું, પણ મને ખાતરી નથી કે હું ક્વોલિફાય થઈશ કે નહિ, અથવા હું વિદેશી કામદારને નોકરીએ રાખવા માગું છું, પણ જે તે કામદાર એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય થશે કે કેમ તેની ખાતરી નથી.
એ ફરજિયાત છે કે ફક્ત ભાવિ એચ-વનબી રોજમદાર જ નહિ, પરંતુ બન્ને અગાઉ ઓફર કરાયેલો હોદ્દો ધરાવતા કામદારો અને ભાવિ રોજમદાર બન્નેએ એચ-વનબી નોનઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે કવોલિફાય થવું પડશે. આ લેખમાં શૈક્ષણિક અને અનુભવની સમાન આકારણીનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.

અગાઉથી ઓફર કરાયેલા એચ-વનબી હોદ્દા માટે એચ-વનબી વિઝા માટે ‘સ્પેશિયલિટી ઓક્યુપેશન’માં ક્વોલિફાય થવું પડશે. અગાઉ જણાવ્યા મુજબ, સ્પેશિયલિટી ઓક્યુપેશન એટલે એવો વ્યવસાય જેમાં યુનાઇટેડ સ્ટેટસમાં વ્યવસાય માટે પ્રવેશ મેળવવવા ઓછામાં ઓછી 1. ઉચ્ચ જ્ઞાન ધરાવતી સંસ્થાની થિયરિટિકલ અને પ્રેક્ટિકલ અરજીની જરૂર પડે છે, 2. ખાસ કુશળ વ્યવસાયમાં સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રીની જરૂર પડે છે (અથવા તેને સમકક્ષ).આ ઉપરાંત, ભાવિ એચ-વનબી રોજમદારો સંબંધિત, નિયમો દર્શાવે છે કે જે તે વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સની માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી પદવી (અથવા તેને સમકક્ષ) અથવા ઉચ્ચ ડિગ્રી ખાસ વ્યવસાયમાં ધરાવતી હોવી જોઈએ. આ સિવાય બિનપ્રતિબંધિત સ્ટેટ લાઇસન્સ, રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન ધરાવતી હોવી જોઇએ, જે ભાવિ એચ-વનબી રોજમદારને સ્પેશિયાલિટી ઓક્યુપેશનમાં સંપૂર્ણ પ્રેક્ટિસની માન્યતા આપે છે. આ ઉપરાંત શિક્ષણ, ખાસ તાલીમ, જવાબદારીભર્યો અનુભવ એ યુનાઇટેડ સ્ટેટસ પદવી અને ઉચ્ચ પદવીની સમાન ગણાય છે.

રોજગારદાતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે જો ભાવિ એચ-વનબી નોનઇમિગ્રન્ટ લાભાર્થીએ અમેરિકાની બહાર શિક્ષણ મેળવ્યું હોય તો રોજગારદાતાએ એ નક્કી કરવું પડશે કે વિદેશી શિક્ષણ યુનાઇટેડ સ્ટેટની સ્નાતક અથવા ઉચ્ચ પદવી સમકક્ષ છે કે નહિ.
એ સમજવું ખૂબ જ મહત્ત્વનું છે કે ડિગ્રીમાં લખે છે કે આ સ્નાતકની પદવી છે તેનો એ અર્થ નથી કે તે આપોઆપ યુનાઇટેડ સ્ટેટ્સ બેચલર્સ ડિગ્રીની સમાન ગણાય છે. દાખલા તરીકે, ભારતમાં (અને દુનિયાના વિવિધ દેશોમાં) સ્નાતકની પદવી ત્રણ વર્ષની અને ચાર વર્ષની હોય છે. સામાન્ય રીતે (પરંતુ હંમેશાં નહિ) ત્રણ વર્ષની ડિગ્રી યુએસ ઇન્સ્ટિટ્યૂશન ઓફ હાયર લર્નિંગમાં અન્ડર-ગ્રેજ્યુએટ કોર્સવર્કનાં ત્રણ વર્ષ સમકક્ષ ગણાય છે. ભારતની ચાર વર્ષની પદવી યુએસ બેચલર્સ ડિગ્રીની સમકક્ષ ગણવામાં આવે છે.

એ દર્શાવવું જરૂરી છે કે જનરલ ડિગ્રીના કારણે જે તે વ્યક્તિ એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય થઈ શકે નહિ, કારણ કે કુશળ જ્ઞાનનો અભાવ હોય છે અને ડિગ્રીમાં ‘સ્પેશિયલાઇઝ્ડ ફીલ્ડ’ દર્શાવવું પડે છે. જોકે આ પ્રકારની પરિસ્થિતિમાં, જ્યારે લાભાર્થી પાસે સ્નાતકની પદવી (અથવા તેને સમકક્ષ) અગાઉથી ઓફર કરાયેલા હોદ્દાની સુસંગત ગણાતી નથી. લાભાર્થીની લાયકાત નક્કી કરવા વ્યવસાય સંબંધિત એકેડેમિક કોર્સવર્કની આકારણી કરવી જરૂરી છે.
દાખલા તરીકે, એચ-વનબી પિટિશન માટે ભાવિ લાભાર્થીના કેસમાં એકાઉન્ટન્ટના હોદ્દા માટે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. કેટલીક વાર પદવી ભાવિ એચ-વનબી લાભાર્થી દ્વારા લેવાયેલા હોદ્દાને સુસંગત હોતી નથી.
સામાન્ય રીતે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવવાથી ભાવિ એચ-વનબી લાભાર્થીની જરૂરિયાત સંતોષાશે નહિ, કારણ કે આ પ્રકારના કોર્સવર્ક માટે તેણે સ્પેશિયલિટી ઓક્યુપેશન મેળવવું પડશે. આથી ભાવિ એચ-વનબી લાભાર્થીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવવાની સાથેસાથે એકાઉન્ટિંગ કોર્સ પણ કરવો પડશે. આના કારણે લાભાર્થી પોતે જરૂરી અભ્યાસમાં એચ-વનબી હેતુ માટે ‘સ્પેશિયલિટી’ ઓક્યુપેશન દર્શાવી શકશે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here