કોરોના કાળમાં આગની દુર્ઘટના માટે અમદાવાદ-રાજકોટ હોસ્પિટલનું મેનેજમેન્ટ જવાબદાર

 

ગાંધીનગરઃ કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી. એ. મહેતા તપાસ પંચનો આખરી રિપોર્ટ મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો હતો. જેમાં જસ્ટીસ મહતાએ બંને હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પગલા લેવા ભલામણ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે ટ્રસ્ટી મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવી છે. જ્યારે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ માટે ધમણ વેન્ટિલેટરને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. જસ્ટીસ મહેતાએ તેમના તારણોમાં એવુ નિરીક્ષણ કર્યુ છે કે ધમણ વેન્ટિલેટર હોસ્પિટલને દાનમાં મળ્યું છે, એટલે તેના માટે હોસ્પિટલને જવાબદાર ના ઠેકરવી શકાય જો, કે હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પગલા લેવાવા જોઈએ. અમદાવાદમાં ૬ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ બનેલી નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં ૮ દર્દીએ જીવ ગુમાવ્યો હતો. પંચ દ્વારા ૨૩૨ પાનાનો અહેવાલ તૈયાર કરાયો છે. આઈસીયુ વોર્ડ નંબર ૮માં રાત્રે ૩.૩૦ વાગ્યે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનામાં ૫ પુરુષ અને ૩ મહિલાઓનું મૃત્યુ થયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here