ઓકિઓર ઍનર્જી ઈન્ડિયા પ્રાવેટ લિમિટેડે ગુજરાત સરકાર સાથે MOU કર્યા

 

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન ઍનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે. આ દિશામાં ઍક મહત્વપૂર્ણ કદમ ભરતાં મુખ્યમં ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર ઍનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MOU  સંપન્ન થયા હતા.

આ MOU કચ્છ જિલ્લામાં ઍક મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન ઍમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે. રૂપિયા ૪૦ હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે ૧૦,૪૦૦ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.

ઊદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ MOU કરતાં વિકાસકાર ઊદ્યોગજૂથ ઓકિઓર ઍનર્જીના સીઈઓ રણજિત ગુપ્તાઍ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર ઍમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોઍ પણ મોકલી શકાશે. ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીઍ તથા ઓકિઓર  ઍનર્જીના સીઈઓ રણજિત ગુપ્તા MOU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ઓકિઓર ઍ ખ્ઝ઼ઞ્પ્, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન ઍમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા (MENA) પ્રદેશમાં ૪ GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન ઍમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે. પોતાનો આવો જ વધુ ઍક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે. આ MOU પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here