-શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ) શિખર સંમેલનમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું  ચીનમાં આગમનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગ સાથે કિંગદાઓ શહેરમાં મોદીની મુલાકાત

0
983

 

Reuters

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે ચીનની યાત્રાએ પહોંચ્યા હતા. તેઓ  ચીનના નદીકાંઠા પર આવેલા શહેર કિંગદાઓમાં આયોજિત શાંઘાઈ કો- ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શિખર સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. આ  દરમિયાન તેઓ રશિયાના પ્રમુખ વ્લાદામિર પુટિનને પણ મળશે. જોકે આ શિખર પરિષદમાં હાજરી આપવા આવેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે તેમની મુલાકાત હજી અનિશ્ચિત છે. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ અગાઉ 10 થી 12 મુલાકાતો થઈ ચુકી છે. આશરે બે મહિના અગાઉ નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મધ્ય ચીના વુરહાન શહેરમાં યોજાયેલી ઐતિહાસિક અનૌપચારિક મંત્રણા બાદ બન્ને દેશોના સંબંધો મંજબૂત બની રહ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે. દ્વિપક્ષી મંત્રણાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપાર તેમજ સહયોગની ભૂમિકા રચવાનો તેમજ નવા પ્રોજેક્ટ પર પરસ્પરની સહમતિથી આગળ વધવાનો માર્ગ વધુ સરળ બનશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here