ઇબી-5 વિઝા વિશે એફએકયુઃ પ્રક્રિયા-પાયાની જરૂરિયાતો અરજીકર્તાને સમજવામાં મદદરૂપ થાય છે

0
1398

ઇબી-5 વિઝા માટે ફાઈલિંગ પ્રક્રિયા કઈ છે?
ઇબી-5 વિઝા માટે અરજીકર્તાએ ફોર્મ આઇ-526 ભરવું પડે છે. કોઈ પણ અજાણ્યા ઉદ્યોગસાહસિક દ્વારા યથાયોગ્ય પ્રાદેશિક યુએસસીઆઇએસ સર્વિસ સેન્ટરમાં ઇમિગ્રન્ટ પિટિશન કરવી પડે છે, જેમાં ફી અનેે સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
ઇબી-5 વિઝા માટે પાયાની શી જરૂરિયાતો છે?
ત્રણ પાયાની જરૂરિયાતો છેઃ એક તો કોઈ પણ વ્યક્તિએ હયાત વેપારમાં બિઝનેસ અથવા રોકાણ સ્થાપિત કરવું જોઈએ, જે 19મી નવેમ્બર, 1990 પછી શરૂ કરાયું હોય કે ફરીથી સ્થપાયું હોય. બીજું, કોઈ પણ વ્યક્તિએ એક મિલિયન ડોલરનું રોકાણ કરેલું હોવું જોઈએ. ત્રીજું, બિઝનેસમાં દસ યુએસ કામદારોને રોજગારી મળવી જોઈએ.
ક્વોલિફાઇડ બિઝનેસ માટેની જરૂરિયાતો ઇબી-5 રોકાણકાર કેવી રીતે સંતોષશે?
ક્વોલિફાઇડ બિઝનેસની જરૂરિયાત માટે ત્રણ રસ્તા છેઃ એક તો પોતાનો મૂળ વ્યવસાય શરૂ કરવો, બીજું હયાત વેપારની ખરીદી, અથવા ત્રીજું હયાત બિઝનેસનું વિસ્તરણ જે 19મી નવેમ્બર, 1990 પછી શરૂ કરાયું હોય કે ફરીથી સ્થપાયું હોય.
ઇબી-5 રોકાણકાર માટે કયા પ્રકારનાં રોકાણો જરૂરી હોય છે?
રોકડ-સાધનો-ઇન્વેન્ટરી, અન્ય મિલકતો વગેરે રોકાણ કરી શકાય છે.
ઇબી-5 રોકાણકાર માટે કેટલું રોકાણ જરૂરી છે?
પાયાનું રોકાણ એક મિલિયન ડોલર છે. ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં બિઝનેસ સ્થાપવા પાંચ લાખ ડોલરનું રોકાણ જરૂરી છે.
પાઇલોટ પ્રોગ્રામના હેતુ માટે પ્રાદેશિક કેન્દ્રો તરીકે કઈ મિલકતો ક્વોલિફાય ગણાશે?
કોઈ પણ ઇકોનોમિક યુનિટ, પબ્લિક અથવા પ્રાઇવેટ કે જે આર્થિક વૃદ્ધિના પ્રમોશનમાં સંકળાયેલું હોય તેને પ્રાદેશિક કેન્દ્ર તરીકે માન્ય ગણી શકાય છે. ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પાઇલોટ પ્રોગ્રામમાં ભાગ લેવાની દરખાસ્ત આસિસ્ટન્ટ કમિશનલ ફોર એડજુડિકેશન્સમાં રજૂ કરવી જોઈએ.
ઇબી-5 રોકાણકાર કેવી રીતે ક્વોલિફાઇંગ નવા ઉદ્યોગમાં રોકાણ કરી શકે?
ઇબી-5 અરજીકર્તા માટે નવા ઉદ્યોગમાં રોકાણ કરવા વિવિધ માર્ગ છે. ઇબી-5 રોકાણકાર પોતાનો મૂળ વેપાર શરૂ કરી શકે છે અથવા હયાત વેપારનું વિસ્તરણ કરી શકે છે. હયાત વેપારમાં રોકાણ કરી શકે છે. ઇબી-5 રોકાણકારે દસ લાખ ડોલરનું રોકાણ કરવું જરૂરી છે.
નવા ઉદ્યોગમાં રોકાણ કરવા ઇબી-5 રોકાણકાર માટે કયા પુરાવાની જરૂર પડશે?
ઇન્કોર્પોરેશન-પાર્ટનરશિપ એગ્રીમેન્ટ-ઓર્ગેનાઇઝેશનલ ડોક્યુમેન્ટ્સના આર્ટિકલ્સ
માન્ય ઉદ્યોગ માટે લીઝ એગ્રીમેન્ટના પુરાવા
મૂડીરકમ ટ્રાન્સફર કરાઈ હોવાના પુરાવા
મૂડીના સ્રોતોના પુરાવા
રોકાણનો હેતુ દર્શાવતા દસ્તાવેજો
ઇબી-5 રોકાણ દ્વારા કેટલી ફુલટાઇમ જોબ આપવાની હોય છે?
રોકાણ થકી યુએસ નાગરિકો, કાયદેસર કાયમી નાગરિકો અથવા અન્ય વસાહતીઓ માટે દસ ફુલટાઇમ રોજગારીનું સર્જન કરવું જોઈએ. દસ જગ્યા ફુલટાઇમ હોવી જોઈએ.
ઇબી-5 રોકાણકાર તરીકે વર્ગીકરણ માટે પાયા તરીકે બહુવિધ રોકાણકારોને સમાવતા કોમર્શિયલ એન્ટરપ્રાઇઝનો ઉપયોગ થઈ શકે?
હા. બહુવિધ રોકાણકારો નવા કોમર્શિયલ એન્ટરપ્રાઇઝ તરીકે સ્તાપિત થઈ શકે છે. દરેક રોકાણકારે દસ અમેરિકી કામદારોને નોકરી આપવાની હોય છે.
ક્વોલિફાઇંગ એન્ટરપ્રાઇઝના મેનેજમેન્ટમાં ઇબી-5 રોકાણકારનો સમાવેશ થવો જોઈએ?
હા. ઇબી-5 રોકાણકાર એન્ટરપ્રાઇઝના મેનેજમેન્ટમાં વ્યસ્ત હોવા જોઈએ.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.