ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલનું તુલસી અને આદુવાળું દૂધ બજારમાં મૂકાયું

 

આણંદઃ   ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે અમૂલનું હવે આયુર્વેદિક ગુણધર્મો ધરાવતું તુલસી અને આદુવાળુ દૂધ બજારમાં મુકવામાં આવ્યું છે. જે કોવિડ-૧૯ મહામારીના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં ગુણકારી નીવડશે. વિશ્વમાં પ્રથમ વખત અમૂલ દ્વારા વધુ બે રોગપ્રતિકાર શક્તિ ધરાવતાં પીણાં જીંજર દૂધ (જીંજર લાટ્ટે) અને તુલસી દૂધ રજૂ કરી રહ્યું છે. આ બંને પીણાંમાં દૂધની સાથે વાસ્તવિકપણે આદુ અને તુલસીનો સમન્વય કરાયો છે.

અમૂલ દ્વારા બજારમાં મુકવામાં આવેલા તુલસી અને જીંજર દૂધ વિશે અમૂલ-ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું કે, તુલસી અથવા તો હોલી બેસીલને પવિત્ર ગણવામાં આવે છે અને તે સાચા અર્થમાં રોગનિવારક ગુણધર્મો ધરાવતી હોવાથી તેમાં એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીએલજીર્ક ગુણધર્મો છે આથી તે બેકટેરીયાને કારણે કે ફૂગને કારણે થયેલા ચેપનુ નિવારણ કરવાની સાથે સાથે એલર્જી અને અસ્થમાના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તે જ રીતે જીંજર એટલે કે આદુનો ઉપયોગ એટલો વ્યાપક છે કે તે ખુદ ઔષધીના ખજાના સમાન છે. 

આદુ શુક્ષ્મનલીકાઓને સ્વચ્છ બનાવી પોષક તત્ત્વો શોષવામાં અને શરીરનો કચરો દૂર કરવામાં સહાયક બને છે. આ બંને સુપરફૂડ તુલસી અને આદુનો અમૂલ દૂધનાં સારાં તત્ત્વો સાથે સમન્વય થતાં તેનુ એકંદર તંદુરસ્તી મૂલ્ય અનેક ગણુ વધી જાય છે. આથી આવાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતાં અનોખાં અને તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં પીણાં હવે બજારમાં ઉપલબ્ધ છે. આ પીણાંનો કોઈપણ વય જૂથના લોકો, દિવસમાં કોઈ પણ સમયે  નિયમિત ઉપયોગ કરી શકાય છે. તે સરળતાથી ખોલી શકાય તેવા ૧૨૫ એમએલના કેનમાં ૨૫ રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પીણાં રૂમ ટેમ્પરેચરે ૬ માસની શેલ્ફ લાઈફ ધરાવે છે. આ નવી પ્રોડકટસ પશ્ચિમ અને ઉત્તર ભારતના દૈનિક બે લાખ પેકની ઉત્પાદન ક્ષમતા ધરાવતાં અદ્યતન ઉત્પાદન એકમોમાં પેક કરાઇ છે. આ બંને તુલસી, આદુનો અમૂલ દૂધનાં સારાં તત્ત્વો સાથે સમન્વય થતાં તેનુ એકંદર તંદુરસ્તી મૂલ્ય અનેકગણું વધી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here