શ્રીલંકામાં ટેક્સ વધારો પરત ન ખેંચાતા ટ્રેડ યુનિયનોની હડતાળ

 

કોલંબોઃ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલેકામાં સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે પણ પ્રમુખ રનિલ વિક્રમસિંઘે દ્વારા ટેક્સ રેટ અને ઉપયોગિતા દરોમાં વૃદ્ધિનો વિરોધ હવે દેખાવા લાગ્યો છે. શ્રીલંકાના ટ્રેડ યુનિયનોઍ આ ટેક્સના વિરોધમાં ઍક દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પ્રમુખે દેશમાં ્સ્થિતિ સુધારવા માટે ટેક્સ દરોમાં વધારો કર્યો હતો જે અંગે ટ્રેડ યુનિયનોઍ તેમના આ આદેશને પરત લેવાની માગ કરી છે. જો કે શ્રીલંકાના પ્રમુખે અત્યાર સુધી આ આદેશને પરત લીધો નથી જેના કારણે ટ્રેડ યુનિયનોઍ હડતાળની જાહેરાત કરી છે. શ્રીલંકાની સરકારે ઍક જાન્યુઆરીથી ટેક્સમાં વૃદ્ધિની શરૂઆત કરી હતી. જેની પાછળ માનવામાં આવતું હતું કે આઇઍમઍફના દબાણને કારણે ટેક્સમાં વૃદ્ધિ કરવામાં આવી છે. વિક્રમાસિંઘે જાહેર પરિવહન, માલ પરિવહન, બંદરો અને ઍરપોર્ટથી સંબધિત તમામ કાર્યોને કવર કરનારા આવશ્યક સેવાઓના આદેશને લાગુ કર્યો હતો. ટિચર્સ ટ્રેડ યુનિયનના સભ્ય જોસેફ સ્ટાલીને ઍક નિવેદનમાં જણાવ્યું હતું કે હડતાળની જાહેરાતને પગલે ઍસેન્સિયલ સર્વિસીસ ગેઝેટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.