વિશ્વમાં સૌથી વધુ કામ કરનારા દેશોમાં ફ્રાન્સ સૌથી આગળ

 

ફ્રાન્સ: દુનિયામાં સૌથી વધુ અને પ્રેશરમાં કામ કરવાની વાત જ્યારે પણ થાય છે ત્યારે અમેરિકા અને બ્રિટનનું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. જોકે, કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે મોટાભાગના દેશોમાં વકિર્ંગ સમયમાં વધારો જોવા મળ્યો. આ દરમિયાન લોકોમાં આખો દિવસ મેઈલ ચેક કરતા રહેવુ, કામને લઈને એલર્ટ રહેવાની આદત થઈ ગઈ છે. ભારતમાં આની અસર જોવા મળી, પરંતુ તેમ છતાં સૌથી વધારે કામ કરનાર લોકોના દેશોમાં અમેરિકા, બ્રિટન અને ભારત કે ચીન નથી, પરંતુ તેમાં ફ્રાંસનું નામ સૌથી મોખરે છે. જોકે અમેરિકી લોકોએ પ્રેશરમાં શ્રેષ્ઠ કામ કરવાના કલ્ચરને ડેવલપ કર્યુ છે, પરંતુ સૌથી વધારે કામ કરવાના મામલે ફ્રાંસના લોકો સૌથી આગળ છે. ફ્રાંસના ૧૦માંથી ૪ વેપારી લોકો રેગ્યુલર બ્રેક માટે લાંબા સમય સુધી કામ કરે છે અને તેમનો વકિર્ંગ ટાઈમ અમેરિકા, ચીન અને બ્રિટનની સાથે-સાથે વૈશ્ર્વિક સરેરાશથી પણ ૨૫ ટકા વધારે છે. આ વાતની જાણકારી એક સર્વેમાં આપવામાં આવી છે. તાજેતરમાં કરવામાં આવેલા આ સર્વેમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કયા દેશના લોકો વધારે કામ કરે છે. અન્ય તમામ દેશોની સરખામણીએ ફ્રાંસના લોકોમાં પોતાના કામને લઈને વધારે ચિંતા હતી. દુનિયાના દેશોની સરખામણીએ ફ્રાંસના લોકોમાં આર્થિક અસ્થિરતા અને સંગઠનની સ્થિતિમાં સુધારો લાવવાની ઈચ્છાએ તેમના કામના સમયને વધારવામાં યોગદાન આપ્યુ. ફ્રાંસના કામ કરવાના સ્થળે લાગુ પોલિસી અને ત્યાંની વકિર્ગ લાઈફસ્ટાઈલ તમને દંગ કરી દે તેવી છે.