વિશ્વભરમાં દિવાળી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી

 

ટેક્સાસ: સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય લોકો દિવાળીના તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યાં છે. અમેરિકા, યુકે, યુએઇ, કેનેડા, ફ્રાનસ સહિત અનેક દેશોમાં સ્થાયી થયેલા એનઆરઆઇમાં દિવાળીનો વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી પછી પહેલીવાર દિવાળી પર આટલો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન વ્હાઇટ હાઉસમાં ભારતીયોને પાર્ટી આપશે. જયારે, ટેકસાસના ગવર્નર ગ્રેગ એબોર્ટે તેમના નિવાસસ્થાને એક પાર્ટી આપી હતી. યુએસ પ્રમુખ બાઇડેન અને પ્રથમ મહિલા ડો. જીલ બાઇડેન તેમના સત્તાવાર નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકનો સાથે દિવાળીની ઉજવણી કરશે. ટેકસાસના ગવર્નર ગ્રેટ એબોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ઓસ્ટિનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને ભારતીયો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. એબોર્ટ અને ફર્સ્ટ લેડી સેસિલિયા એબોર્ટે પરંપરાગત ભારતીય ડ્રેસ પહેર્યો હતો.