અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૦,૪૫,૦૦૦ને પાર

વોશિંગ્ટનઃ કોરોના સંકટથી બેહાલ અમેરિકામાં મંગળવારે ૧૯,૦૫૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૧,૦૯૩ લોકોના મોત થયા હતા. અમેરિકામાં અત્યાર સુધી કુલ ૨૦,૪૫,૦૦૦થી વધારે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગયા છે. 

વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા બુધવાર સવાર સુધી વધીને ૨૦,૪૫,૦૦૦ને પાર પહોંચી ગઈ છે. ત્યાં જ કુલ ૧,૧૪,૧૪૮ લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ૧૧,૪૫,૦૦૦ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં સૌથી વધારે ૪,૦૦,૬૬૦ કેસ નોંધાયા છે. માત્ર ન્યુ યોર્કમાં જ ૩૦,૬૦૩ લોકોના આ જીવલેણ બીમારીથી મોત થયા છે. ત્યારબાદ ન્યુ જર્સીમાં ૧,૪૭,૧૯૨ કોરોના દર્દીઓમાંથી ૧૨,૩૬૯ લોકોના મોત થઈ ગયા છે.