રામ ભગવાન ફક્ત હિંદુઓના જ નહીં બધાના છે: પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા

 

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી દરમિયાન ‘હિંદુ ખતરામાં છે’ આ વાક્યનો ઉપયોગ કરશે, પરંતુ હું આપ સર્વેને અનુરોધ કરૂ છું કે તમે તેના શિકાર થતા નહીં. ભગવાન રામ બધાના છે, ફક્ત હિંદુ ધર્મના લોકોના નહીં. કેટલાક નેતાઓ ધાર્મિક વિભાજન પેદા કરીને પાર્ટીને નબળી કરવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ ધર્મ ખરાબ નથી, આ માણસ જ ભ્રષ્ટ છે. અમારા પર આરોપ લાગી રહ્યા હોવા છતાં ક્યારેય પાકિસ્તાન સાથે મિત્રતા નથી કરી. નેશનલ કોન્ફ્રન્સે પાકિસ્તાનનો પક્ષ ક્યારેય લીધો નથી. મોહમ્મદ અલી જિણા મારા પિતાને મળવા આવ્યા હતાં, પરંતુ અમે તેમની સાથે મિત્રતા કરવાનો ઈનકાર કર્યો હતો.