રશિયા-યુક્રેન હૂમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પ્રથમવાર કિવ પહોંચ્યા

 

કિવ: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન યુક્રેનની અઘોષિત મુલાકાત લીધી હતી. યુક્રેન પર રશિયાના હૂમલાને એક વર્ષ પૂર્ણ થવાના થોડા દિવસો પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા માટે બાયડેનનીઆ મુલાકાત એકતા દર્શાવવાના પગલા તરીકે જોવામાં આવી રહી છે. બાયડેન મેનિન્સ્કી પેલેસમાં ઝેલેન્સ્કી સાથે મળ્યા હતા અને એક વર્ષ પહેલા સર્જાયેલા ભયના વાતાવરણને યાદ કર્યુ હતું. જયારે એવી આશંકા હતી કે રશિયનના હૂમલામાં યુક્રેનની રાજધાની ટૂંક સમયમાં કબજે થઇ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. ત્યાં તે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે દેખાયા. બાયડેન પોલેન્ડ ગયા ત્યાંથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા. એક રિપોર્ટ અનુસાર, બાયડેન કિવ પહોંચ્યા તેની પહેલા વિસ્તારને નો-ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકન મિસાઇલ શિલ્ડ પણ એકિટવ મોડમાં હતી. બાયડેનની વિઝિટ પહેલા કિવમાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. બાયડેને અમેરિકન અને યુક્રેની ધ્વજથી સજ્જ સ્ટેજ પરથી કહ્યું એક વર્ષ પછી, કિવ મકકમ છે. લોકશાહી ઉભી છ. અમેરિકનો તમારી સાથે છે અને વિશ્ર્વ તમારી સાથે છે. યુક્રેન યુદ્ઘની તીવ્રતાના ભય વચ્ચે, બાયડેન તેને મદદ કરવા માટે સહયોગી દેશોને જોડવાના પ્રયાસો કરી રહ્યું છે. ઝેલેન્સકી સહયોગી દેશોને વચન મુજબ શસ્ત્રોનો પૂરવઠાને ઝડપીથી આપૂર્તિ કરવા દબાણ કરી રહયો છે અને યુક્રેનને ફાઇટર જેટ સાથે સપ્લાય કરવા પશ્ર્ચિમી દેશોને હાલ કરી રહયો છે. જો કે, બાયડેન અત્યાર સુધી તેનો ઇનકાર કરી રહ્યા હતા. બાયડેન કિવમાં આ દેશને અડધા અબજ ડોલરની વધારાની યુએસ સહાયની જાહેરાત કરી. બાયડેને યુક્રેન માટે અમેરિકા અને અન્ય સહયોગી દેશોના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. કારણકે સંઘર્ષ ચાલુ છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેણે અને બાઇડેને લાંબા અંતરની ક્ષમતાવાળા શસ્ત્રો અને શસ્ત્રો વિશે વાત કરી હતી જે પહેલા યુક્રેનન મોકલવામાં આવ્યા નહતા. જોકે, તેમણે કોઇ નવા વચનો આપ્યા નથી. બાયડેનની કિવ મુલાકાત અને ત્યારપછીની વોર્સોની યાત્રાએ સ્પષ્ટ કરે છે કે જયાં સુધી રશિયન દળોને યુક્રેનમાંથી સુપૂર્ણ રીતે હટાવવામાં ન આવે ત્યાં સુધી અમેરિકા તેમની સાથે ઉભા રહેવા તૈયાર છે.