સંગીત અને નૃત્યમાં આજે ફયુઝનના  નામે કન્ફયુઝનની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે- વૈજયંતીમાલા

0
809

 

બોલીવુડના વિતેલા વરસોના  પ્રથમ પંક્તિના અભિનેત્રી અને શ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્યાંગના વૈજયંતીમાલા હાલમાં નવી દિલ્હીમાં વસવાટ કરી રહ્યા છે તેઓ ભરતનાટ્યમ સહિત ભારતીય શાસ્ત્રીય નૃત્યોની તાલીમ શાળાનું સંચાલન કરી રહ્યા છે. તેમણે બોલીવુડના તત્કાલીન ટોચના અભિનેતાઓ દિલીપકુમાર, રાજ કપુર, દેવ આનંદ , ભારતભૂષણ, પ્રદીપકુમાર, અશોકકુમાર, કિશોરકુમાર, શમ્મી કપુર, મનોજ કુમાર, ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર સાથે ફિલ્મોમાં હીરોઈનની ભૂમિ્કા ભજવી હતી. મધુમતી, પૈગામ, સૂરજ, સાથી,સંગમ, ગંગાજમના, જવેલથીફ, નાગિન, લીડર, સંધર્ષ, નયાદૌર, આમ્રપાલી , સાધના જેવી અનેક યાદગાર ફિલ્મોમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.હિન્દી ફિલ્મોમાં શાસ્ત્રીય નૃત્યને દરજ્જો, ગરિમા  અને લોકપ્રિયતા અપાવવામાં તેમના નૃત્યોએ મહત્વનું અને માતબર યોગદાન કર્યું છે. તેમણે તાજેતરમાં હાલના ફિલ્મી સંગીત અને નત્ય વિષે પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજકાલ તો નૃત્ય અને સંગીતના ક્ષેત્રમાં ફયુઝનના નામે કન્ફયુઝન પ્રવર્તી રહયું છે. અસલમાં નકલનો ઉમેરો થાય ત્યારે મૂળ અસલનું સૌંદર્ય નષ્ટ થઈ જતું હોય છે.