અચાનક રોકડની માગ વધવાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં કરન્સીની તંગી ઊભી થઈ છે- નાણાંપ્રધાન  અરુણ જેટલીનું નિવેદન

0
1147

નાણાંપ્રધાન અરુણ જેટલી કેટલાક રાજ્યોમાં રોકડની અછત ઊભી થઈ હોવાનું કારણ સમજાવતાં કહ્યું હતું કે. સરકારે દેશમાં કરન્સીની પરિસ્થિતિ બાબત સમીક્ષા કરી છે. ઓચિંતી કરન્સીની માગ વધવા માંડી હોવાને લીધે આ તંગી થવા પામી છે. દેશમાં જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં નોટ સરકયુલેશનમાં છે. બેન્કો પાસે પણ કરન્સીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શિવપ્રસાદ શુકલે જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં કરન્સી વધુ માત્રામાં ઉપલબ્ધ છે, જ્યારે અન્ય રાજ્યમાં રોકડનો સ્ટોક અપૂરતો હોવાથી આ અછત સર્જાઈ છે. જે રાજ્યોમાં કરન્સીની તંગી છે, ત્યાં બે-ત્રણ  દિવસોમાં કરન્સીનો સ્ટોક મોકલી આપવામાં આવશે એમ શિવપ્રસાદ શુકલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here