રશિયાની સેના પર ભારે પડી રહી છે યુક્રેનની સેના 

 

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયાની સેના પર યુક્રેનની સેના ભારે પડવા માંડી છે. સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં શ‚આતમાં રશિયન સેનાએ આક્રમણ કરીને યુક્રેનના ઘણા શહેરો તબાહ કરી દીધા હતા. ખારકીવ વિસ્તારમાં યુક્રેને રશિયાને મોટો ઝાટકો આપીને અહીંનો ૧૦૦૦ ચોરસ કિમી વિસ્તાર ફરી પોતાના કબ્જામાં લઈ લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પોતાની સેનાને આ માટે અભિનંદન આપ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુક્રેનની સેનાએ જ્યાં પોતાના પ્રભુત્વ હવે જમાવ્યુ છે ત્યાંથી રશિયન સેના માંડ ૧૫ કિમી દૂર છે. આ વિસ્તારમાં એક મોટુ રેલવે જંક્શન પણ આવેલુ છે અને અહીંથી રશિયા રેલવે થકી પોતાના જવાનોને યુક્રેનની અંદર મોકલી રહ્યુ છે. આ સિવાય રોડ અને હવાઈ માર્ગનો પણ રશિયા સહારો લઈ રહ્યુ છે.