ટાટાની એર ઇન્ડિયાના કાફલામાં ૧૫ મહિનામાં ૩૦ નવા એરક્રાફ્ટનો ઉમેરો કરાશે

 

નવી દિલ્હી: ટાટાની માલિકીની એરલાઈન એર ઇન્ડિયા તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને વેગ આપવા માંગે છે. આ માટે એર ઈન્ડિયા તેના કાફલામાં ૫ વાઈડ-બોડી બોઈંગ પ્લેન સહિત ૩૦ નવા એરક્રાટને ક્રમશ: સામેલ કરશે, એમ એરલાઇને જણાવ્યું હતું. એરલાઈને આગામી ૧૫ મહિનામાં ૫ વાઈડ બોડી બોઈંગ અને ૨૫ એરબસ નેરો બોડી પ્લેન સામેલ કરવા માટે લીઝ અને લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા એરક્રાટ ૨૦૨૨ના અંતથી સેવામાં દાખલ થશે. નવા એરક્રાટને કારણે એરલાઇનના કાફલામાં ૨૫ ટકાથી વધુનો વધારો થશે. આ વિમાનો સ્થાનિક ક્ષેત્રો તેમજ ટૂંકા અંતરના આંતરરાષ્ટ્રીય સ્થળો પર તૈનાત કરવામાં આવશે. આ એરક્રાટ સેવામાં આવ્યા બાદ એર ઈન્ડિયા પ્રથમ વખત પ્રીમિયમ ઈકોનોમી હોલ લાઈટ્સ ઓફર કરશે. એરલાઇને એમ પણ જણાવ્યું હતું કે તેમની પાસે કાફલામાં ૭૦ નેરો બોડી એરક્રાટ છે. તેમાંથી ૫૪ હવે ઉપયોગમાં છે, જ્યારે બાકીના ૧૬ ધીમે ધીમે ૨૦૨૩ની શ‚આતમાં સેવામાં મૂકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here