યુએનમાં પીએમ મોદીના પ્રસ્તાવને ૧૯૦ દેશોનું સમર્થન જવાનોને સમર્પિત મેમોરિયલ વોલ બનાવાશે

સંયુકત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક મેમોરિયલ વોલ બનાવવામાં આવશે. આ મેમોરિયલ વોલ પર, સંયુકત રાષ્ટ્રના પીસકીપિંગ મિશનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવશે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે આ ઠરાવ રજૂ કર્યો હતો. જેને ૧૯૦ દેશોએ સમર્થન આપ્યું હતું. બાદમાં યુનાઇટેડ નેશન્સે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. યુનાઇટેડ નેશન્સે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને કહ્યુંું કે મેમોરિયલ વોલ ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ્ય અને અગ્રણી સ્થાને બાંધવામાં આવશે. આ દિવાલ શાંતિ મિશન દરમિયાન બલિદાન આપનાર જવાનોના સન્માન્માં બનાવવામાં આવશે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહયું કે આ સ્મારક દિવાલ પ્રતીક કરશે કે શા માટે સંયુકત રાષ્ટ્ર શાંતિ પર આટલો ભાર મૂકે છે. તે જ સમયે, તે લોકોેને યાદ અપાવશે કે વિશ્વએ તેમના નિર્ણયો માટે કેટલી કિંમત ચૂકવી છે. ભારતે બાંગ્લાદેશ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, જોર્ડન,નેપાળ, રવાન્ડા અને અમેરિકા સહિત ૧૮ દેશોમાં આ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ સ્મારક દિવાલનું નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. ૨૦૧૫માં, ભારતે યુનાઇટેડ નેશન્સ ખાતે વચ્યુઅલ સ્મારક દિવાલ શરૂ કરી, જે ભારતીય સૈનિકોને શ્રદ્ઘાંજલિ અપર્ણ કરે છે જેમણે પીસકીપિગ મિશનમાં તેમન જીવનનું બલિદાન આપ્યું હતું. ભારતના વડાપ્રધાન મોદીએ સંયુકત રાષ્ટ્રમાં મેમોરિયલ વોલના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળવા પર ખુશી વ્યકત કરી હતી.