યુએઈ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ નાહયાએ સ્વાગત કર્યુ

 

યુએઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ઞ્૭ શિખર સંમેલનમાં, વૈશ્ર્વિક પડકારોના કાયમી સમાધાનો પર બે દિવસ સુધી ચાલેલી ઉપયોગી વાર્તાઓમાં ભાગ લીધા બાદ સંયુક્ત અરબ અમીરાત (શ્ખ્ચ્) પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી ખાડી દેશમાં યુએઈ પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત રૂપથી શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઇએ કે નાહયાનની લાંબી બિમારી બાદ ૧૩મેના રોજ નિધન થઇ ગયું હતું. તે ૭૩ વર્ષના હતા. નાહયાન ૨૦૦૪થી બિરાજમાન હતા. પ્રધાનમંત્રી મોદી જ્યારે યુએઈ પહોંચ્યા તો તેમનું ગર્મજોશી સાથે સ્વાગત થયું. શ્ખ્ચ્ના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયને કરી. એરપોર્ટ પર પહોંચતાં જ તે પ્રધાનમંત્રી મોદીને એવી રીતે ગળે મળ્યા જેમ કે ઘણા જૂના મિત્રો હોય. મોદીનું વૈશ્ર્વિક કદ એટલું મોટું છે કે દુનિયાભરના તમામ નેતા તેમના દીવાના બની જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી જી-૭ સંમેલન વિશે જાણકારી આપી. તેમણે લખ્યું કે એક ઉપયોગી યાત્રા બાદ જર્મનીથી રવાના થઇ રહ્યો છું. આ યાત્રા દરમિયાન હું જી-૭ શિખર સંમેલનમાં ભાગ લીધો. દુનિયાના ઘણા નેતાઓ સાથે ચર્ચા કરી અને મ્યૂનિખમાં એક યાદગાર સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેશે. અમે વૈશ્ર્વિક કલ્યાણ અને સમૃદ્ધિને આગળ વધતાં કેન્દ્રીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ એ પણ લખ્યું, ‘હું જર્મનીના લોકો, જર્મનીના ચાંસલર ઓલાફ શોલ્ઝ અને જર્મન સરકારને તેમના આતિથ્ય સત્કાર માટે આભાર વ્યક્ત કરૂં છું. મને વિશ્ર્વાસ છે કે આગામી સમયમાં ભારત-જર્મનીની મિત્રતા નવી ઉંચાઇઓને આંબશે.