
બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ એક ૮ વર્ષીય અમેરિકન મોંગોલિયન છોકરાને બૌદ્ધ ધર્મનું ત્રીજું સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ૧૧ અને ૧૨ માર્ચના રોજ ધર્મશાલામાં આ સમારોહનું આયોજન થયું હતું અને તેમાં દલાઈ લામાએ મંગોલિયાના સર્વોચ્ચ ધર્મગુરુ ખલખા જેટસન ધંપા રિન્પોછેના ૧૦માં જન્મને માન્યતા આપી હતી. બૌદ્ધ ધર્મની માન્યતાઓને પાલન કરતા દલાઈ લામાએ બાળકને સિંહાસન પર બેસાડયો હતો. આ દરમિયાન સેંકડો મોંગોલિયનો સાથે બાળકનો પિતા પણ હજાર હતો.
આ સમારોહના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બાળકને તિબેટનો સૌથી મોટો ધર્મગુરુ બનાવવામાં આવ્યો છે. જો કે સત્ય એ છે કે આ બાળકને મંગોલિયાના ધર્મગુરૃ બનાવવામાં આવ્યા છે જે દલાઈ લામા જેવા હોય છે. જો કે પદવીની વાત કરીએ તો તેનો ત્રીજો નંબર છે. તિબેટ સરકારના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સામદોંગ રિન્પોછે પણ સ્વીકાર્યું હતું કે દલાઈ લામાએ આ બાળકને મોંગોલિયાના સૌથી મોટા ધર્મગુરુની પદવી આપી છે.