ચીને એન્ટાર્કટિકા પર નવું ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની યોજના જાહેર કરી

 

ચીન: ચીને એન્ટાર્કટિકા પર નવું ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની યોજના જાહેર કરી છે. ચીનની સરકારે આ કામનો કોન્ટ્રાકટ ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનને આપ્યો છે. આ સ્ટેશન દ્વારા ચીનની નેશનલ સેટેલાઇટ ઓશન એપ્લીકેશન સર્વિસને સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ અંગેના પ્રથમ સમાચાર આ મહિનાની બીજી તારીખે ચીનમાં આવ્યા હતા. પરંતુ નિરીક્ષકોના મતે તે સમયે અમેરિકામાં ચાઇનીઝ બલૂનની ચર્ચા જેટલી જોરથી ચાલી હતી કે અમેરિકા સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોના મીડિયાએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. નિષ્ણાતોના મતે ચીને ૨૦૦૨થી અત્યાર સુધીમાં આઠ મેરીટાઇમ સર્વલન્સ સેટેલાઇટ લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહો ઘણા હેતુઓ પુરા કરે છે. આમાં સમુદ્રશાસ્ત્રીય વિશ્ર્લેષણ, સંસાધનોનું શોષણ, પર્યાવરણનો અભ્યાસ અને આપત્તિ નિરીક્ષણનો સમાવેશ થાય છે. ચીન આ વર્ષ અવકાશમાં તેનો નવમો સેટેલાઇટ સ્થાપિત કરવા જઇ રહયું છે એન્ટાર્કટિકામાં બનાવવામાં આવનાર ગ્રાઉન્ડ સેન્ટર આ તમામ ઉપગ્રહોના ડેટાની આપલે કરવામાં મદદ કરશે.