હવે રશિયાએ ચીનને આપ્યો ઝટકો, આ મિસાઇલોની આપૂર્તિ પર લગાવ્યો પ્રતિબંધ

 

મોસ્કોઃ ચીનને વધુ એક આંચકો લાગ્યો છે. રશિયાએ સપાટી પરથી હવામાં માર કરનાર લ્-૪૦૦ મિસાઇલોની આપૂર્તિ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે ચીને પોતાના લ્-૪૦૦ સિસ્ટમ માટે રશિયા પાસેથી જરૂરી મિસાઇલો નહિ મળે.

ભારત સાથે તણાવ વચ્ચે આ ચીન માટે એક મોટો આંચકો છે. સમાચારપત્રમાં આગળ કહ્યું કે ચીનને ટ્રેનિંગ માટે સૈન્ય કર્મી અને ટેક્નિકલ સ્ટાફ મોકલવો પડતો, જોકે હાલના સમયમાં ખૂબ મુશ્કેલ છે. રશિયા દ્વારા મિસાઇલોની આપૂર્તિને પેન્ડીંગ કર્યા બાદ ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયાએ મજબૂરીમાં આ નિર્ણય લીધો છે. કારણ કે તે ઇચ્છે કે કોરોના વાઇરસનો સામનો કરવામાં લાગેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકે. એક સૈન્ય રાજદૂત સૂત્રએ રશિયાની ન્યૂઝ એજન્સી વ્ખ્લ્લ્ને જણાવ્યું કે ૨૦૧૮માં ચીને લ્-૪૦૦ મિસાઇલનો પહેલો બેચ મેળવ્યો હતો. લ્-૪૦૦ વાયુ રક્ષા સિસ્ટમને રશિયામાં પોતાના તરફથી સૌથી ઉન્નત સિસ્ટમ ગણવામાં આવે છે. જે ૪૦૦ કિલોમીટરના અંતર અને ૩૦ કિલોમીટરની ઊંચાઇ સુધીના ટાર્ગેટને નષ્ટ કરવામાં સક્ષમ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here