જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટની રોકઃ મંજૂરી આપીશું તો ભગવાન માફ નહીં કરે

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૩ જૂને ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરી વાર્ષિક રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે કોરોના વાઇરસના પગલે આ રથયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં રથયાત્રા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પુરી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે જનહિત અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી શકતા નથી. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે, જો અમે આની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. રોગચાળાના સમયે આવા આયોજનો થઈ શકે નહીં. લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે. શ્રી જગન્નાથ મંદિરથી યાત્રા આ વર્ષે ૨૩ જૂનથી રવાના થવાની હતી.

દર વર્ષે નવ દિવસીય રથયાત્રામાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ સમયગાળા દરમિયાન હજારો પોલીસ અને સુરક્ષા દળો તૈનાત રહે છે. કોરોના વાઇરસના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને, યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે સામાજિક અંતરનું પાલન કરવું શક્ય નથી. અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૩ જૂને ભક્તો વિના રથયાત્રા કાઢવામાં આવશે.

ભુવનેશ્વરની એનજીઓ ઓડિશા વિકાસ પરિષદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યાત્રા કાઢવાથી કોરોના ફેલાવાનું જોખમ ખૂબ વધારે છે. અરજદારોએ દલીલ કરી હતી કે જો દીપાવલી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાવી શકાય છે તો રથયાત્રા પર કેમ નહીં. ઓડિશા સરકારે ૩૦ જૂન સુધી તમામ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં મંદિર મેનેજમેન્ટે ભક્તો વિના રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.

મંદિર સમિતિએ ભક્તો વિના રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. રથ બનાવવાનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. મંદિર સમિતિએ રથ ખેંચવા માટેના ઘણા વિકલ્પો રજૂ કર્યા હતા. પોલીસકર્મીઓ, મશીનો અથવા હાથીઓ સાથેનો રથ ગુંડીચા મંદિર સુધી લઈ જવા બાબતે વિચાર કરવામાં આવ્યો હતો. 

પરંતુ કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પુરી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે જનહિત અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી શકતા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here