ચીનમાં કોરોનાની ઘાતક લહેર આવી છે.

 

ચીનઃ ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર આવી છે. રોજના લાખોની સંખ્યામાં નવા દર્દીઓ સામે આવતા હોસ્પિટલોમાં લોકોને બેડ મળી રહ્ના નથી તો બીજી તરફ દવાઓની પણ તીવ્ર તંગી સર્જાઇ છે. પોતાના પાડોશીને દયનીય સ્થિતિ જોઇને ભારતે ફરી ઍકવાર માનવતાનો પરિચય આપ્યો છે. ભારતે ચીનમાં દવાઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતના દવા નિકાસ ઍકમના અધ્યક્ષે કહ્નાં કે દુયિના સૌથી મોટા દવા નિર્માતાઓ પૈકી ઍક ભારતે કોરોના સામે ઝઝૂમી રહેલા ચીનની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત ચીનને તાવની દવાઓ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્નાં કે ચીનમાં હાલ ઇબુપ્રોફેન અને પેરાસિટામોલની ઘણી જ માંગ છે. ત્યાં લોકો આ દવાઓની તંગીનો સામનો કરી રહ્નાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્નાં કે ચીનની મદદ કરવા માટે ભારત તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીઍ કહ્નાં કે, અમે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્નાં છીઍ. ચીનને દવા મોકલવા મામલે પૂછાયેલા સવાલ પર તેમણે કહ્નાં કે, અમે વિશ્વના ફાર્મસીના રૂપમાં અન્ય દેશોની હંમેશા મદદ કરી છે.

કોરોના વાયરસની નવી લહેરે ચીનમાં તાંડવ મચાવી દીધો છે. તમામ મોટા શહેરો કોરોનાની ચપેટમાં છે અને લોકો હોસ્પિટલોમાં બેડ માટે તરસી રહ્નાં છે. હોસ્પિટલો અને ક્લિનિક્સની બહાર લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ચીન સરકાર પર હંમેશાની જેમ આંકડાઓ છૂપાવવાનો આરોપ પણ લાગી રહ્ના છે. સરકારની ઍક ટોપ ઓથોરિટીઍ આવા આંકડા રજૂ કર્યા છે જે સમગ્ર વિશ્વ માટે ડરાવનાર છે. ઓથોરિટીઍ જણાવ્યું કે બની શકે છે કે આ સપ્તાહે ઍક દિવસમાં ૩૭ મિલિયન કોરોનાથી સંક્રમિત કેસો સામે આવ્યા હોય. દુનિયામાં આ આંકડો ઍક દિવસમાં સર્વાધિક છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીનની કુલ વસ્તીની લગભગ ૨૮ ટકા ઍટલે કે ૨૪૮ મિલિયન લોકો આ જ મહિને ૨૦ તારીખ સુધી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આ આંકડા ચીનના નેશનલ હેલ્થ કમિશનની મળેલી બેઠકમાં જાહેર કરાયા હતાં. આ વાતની માહિતી બેઠકમાં સામેલ લોકોઍ આપી હતી. જો આ આંકડો સાચો છે તો જાન્યુઆરી, ૨૦૨૨માં સામે આવેલા રોજના ૪૦ લાખના આંકડા પાછળ રહી ગયા છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી પણ સવાલોના ઘેરામાં છે. માનવામાં આવી રહ્નાં છે કે આ કારણે કોરોના સંક્રમણ નથી ફેલાયુ અને લોકોમાં નેચરલ ઇમ્યુનિટી બની ન શકી. ઍજન્સીના અનુમાન અનુસાર ચીનના દક્ષિણ-પડ્ઢિમ સિચુઆન પ્રાંત અને રાજધાની બેઇજિંગના અડધાથી વધારે રહીશો સંક્રમિત થઇ ગયા છે.

જોકે ચીનની ઍજન્સી પાસે આ આંકડા ક્યાંથી આવ્યા તે અત્યાર સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. કારણ કે ચીને આ જ મહિનાની શરૂઆતમાં પીસીઆર ટેસ્ટિગ બૂથના નેટવર્કને બંધ કરી દેવામાં આવ્યું હતું. મહામારી દરમિયાન અન્ય દેશોમાં ચોક્કસ સંક્રમણ દર હાંસલ કરવાનું અઘરૂ બની ગયું છે. ચીનમાં લોકો હવે સંક્રમણ અંગે જાણવા માટે રેપિડ ઍંટીજન ટેસ્ટનો ઉપયોગ કરી રહ્નાં છે. દરમિયાન સરકારે લક્ષણો વિનાના કેસોની દૈનિક સંખ્યા પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ડેટા કન્સલટન્સી મેટ્રોડેટાટેકના મુખ્ય અર્થશાસ્ત્રી ચેન કિને ઓનલાઇન કીવર્ડ્સના આધારે આશંકા વ્યક્ત કરી છે કે મિડ ડિસેમ્બરથી મિડ જાન્યુઆરી વચ્ચે આ લહેરની પીક આવી શકે છે. મોડલથી જાણવા મળે છે કે શેન્જેન, શાંઘાઇ અને ચોંગકિંગના શહેરોમાં સૌથી વધુ કેસો મળી રહ્નાં છે.