ગુજરાતમાં કેમિકલકાંડ ૪૧ લોકોના મોત: ૮૫ સારવાર હેઠળ

 

બોટાદ-ધંધુકા: કેમિકલ કાંડે આખા ગુજરાતને હચમચાવી નાંખ્યુ છે. અત્યાર સુધીમાં ૪૧ લોકોના મોત થયા છે. જ્યારે ૮૫ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મૃતકોએ દા‚ નહિ, પરંતુ પાણીમાં કેમિકલ નાંખીને પીધુ હોવાનો ખુલાસો થયો છે. કેમિકલ કાંડ મુદ્દે રાજનિતી પણ શ‚ થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં કયાં કયાં ગામના કેટલા લોકોના મોત થયા અને આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મુખ્ય આરોપી કોણ છે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડથી મોત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં કડક પગલાં લેવા સૂચના આપી છે. ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ૧૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં ૧૦, દેવગણા ગામમાં ૪, ચદરવા ગામમાં ૩ અને પોલારપુર ગામમાં ૨ લોકોના મોત થયા છે. જ્યારે રાણપુર, ભીમનાથ, રાણપરી, વેજલકા, વહિયા અને સુંદરણીયા ગામમાં ૧-૧ લોકોના મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોરડા ગામે એકનું મોત થયું છે. આ ઉપરાંત ધંધૂકામાં ૧૧ લોકોના મોત થયા છે.

કેમિકલ કાંડમાં બોટાદ-ધંધુકા પંથકમાંથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. હાલ ૮૯ લોકો સારવાર હેઠળ છે. જેમાં ૭૦થી વધુ દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય દર્દીઓની અમદાવાદ સિલિવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાં હજુ પણ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોટાદના બરવાળાના રોજિદ ગામે કેમિકલ કાંડથી હાહાકાર સર્જાયો છે. રોજિદ ગામ કેમિકલ કાંડનું મુખ્ય સેન્ટર હતું. મૃતકોમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ દર્દનાક માહોલ જોવા મળી રહ્યો છે. કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ ગુમાવ્યો. ત્યારે આજે બરવાળાના મૃતકોને અગ્નિદાહ અપાતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રોજિદ ગામમાં હાલ ઝેરી કેમિકલ પીને મોતથી ભેટનારા મૃતદેહોને લાવવામાં આવી રહ્યાં છે. રોજિંદ ગામનો મૃત્યુ આંક ૯ પર પહોંચ્યો છે. આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું છે. હજી પણ અનેક મૃતદેહો સ્મશાન ભૂમિ પર આવશે