કેવી શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે H-1B વીઝા આપવામાં આવે છે

0
1112

H-1B વીઝા આપતી વખતે એ જોવામાં આવતું હોય છે કે જે જગ્યા પર ભરતી થાય તે હોદ્દાને લાયક સમાનકક્ષાની બેચલર ડિગ્રી છે કે કેમ. H-1B વીઝા મેળવવા માગતો કર્મચારી વિચારતો હોય છે – મારે H-1B મેળવી અમેરિકામાં કામ કરવું છે, પણ મારી લાયકાત છે કે કેમ. H-1B આધારે નિમણૂક કરવા માગતી કંપની વિચારતી હોય છે – ફોરેન વર્કરને હાયર કરવો છે, પણ તેની પાસે H-1B વીઝાની લાયકાત હશે ખરી.

અગાઉના લેખોમાં આપણે જોયું હતું તે પ્રમાણે H-1B આધારે જોબ લેનાર અને આપનાર બંનેએ તે માટેના સુનિશ્ચિત ધોરણો પૂરા કરવા જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે વર્ક વીઝા મળે છે. વીઝા માટે અરજી કરતાં પહેલાં અરજદારે શું ધ્યાનમાં રાખવું તેની ચર્ચા હવે આગળ વધારીએ છીએ. આપણે જાણીશું કે રિક્વેસ્ટ ટુ એવિડન્સ અથવા તો નોટિસ ઑફ ઇન્ટેન્ટ ટુ ડિનાય ના આવી જાય તે માટે કેવી કાળજી લેવી જરૂરી છે.

H-1B વીઝા જોબ ‘સ્પેશ્યાલિટી ઑક્યુપેશન’ પ્રકારની હોવી જોઈએ. સ્પેશ્યાલિટી ઑક્યુપેશન એટલે એવી જોબઃ (૧) જેમાં વિશેષ કક્ષાના જ્ઞાનનો પ્રેક્ટિસ અને થિયરીમાં ઉપયોગ કરવાનો થાય; અને (૨) ચોક્કસ વિશેષતાના ક્ષેત્રમાં બેચલર અથવા તેને સમકક્ષ  ડિગ્રી હોવી જોઈએ, જે અમેરિકામાં ભરતી માટે લઘુતમ લાયકાત ગણાતી હોય.

એ પણ જરૂરી છે કે સમકક્ષ ડિગ્રી કે તેનાથી ઉચ્ચ ડિગ્રી એક્રેડિટેડ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી મળેલી હોવી જોઈએ. વ્યવસાય કરવા અથવા પ્રેક્ટિસ કરવા અંગેનું લાયસન્સ રાજ્યો તરફથી મળેલું હોવું જોઈએ અથવા રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્ર મળી રહે તેવી ડિગ્રી હોવી જોઈએ. અમેરિકાની બેચલરની ડિગ્રીને સમકક્ષ શિક્ષણ મેળવ્યું હોય, વિશેષ ટ્રેનિંગ અથવા તબક્કાવાર જવાબદારી સંભાળ્યાનો અનુભવ મળ્યો હોવો જોઈએ અને તેવા ઉત્તરોત્તરના અનુભવ દ્વારા કુશળતા પ્રાપ્ત કરી હોવી જોઈએ તો એવી વ્યક્તિ H-1B વીઝા માટે લાયક ગણી શકાય.

H-1B વર્કરે અમેરિકાની બહાર અભ્યાસ કર્યો હોય ત્યારે તેની ડિગ્રી અમેરિકાની બેચલર કક્ષાની કે તેનાથી ઉચ્ચ કક્ષાની છે કે કેમ તે કંપનીએ ચેક કરી લેવું જોઈએ. બેચલર ડિગ્રી છે એવું લખેલું હોય તેટલા માત્રથી તે અમેરિકાની બેચલર ડિગ્રી સમકક્ષ થઈ જતી નથી. દાખલા તરીકે ભારતમાં (અને અન્ય દેશોમાં) ત્રણ વર્ષના અને ચાર વર્ષના એમ બંને પ્રકારના સમયગાળાના અભ્યાસ બાદ બેચલરની ડિગ્રી મળતી હોય છે. ત્રણ વર્ષ પછી મળતી ડિગ્રી અમેરિકાની ૩ વર્ષની અંડરગ્રેજ્યુએટ કોર્સવર્ક પછીની ડિગ્રી સમકક્ષ ગણાય. ભારતમાં ૪ વર્ષે ડિગ્રી મળે છે તેને સામાન્ય રીતે અમેરિકાની બેચલર ડિગ્રી સમકક્ષ ગણી શકાય છે.

સામાન્ય પ્રકારની કોઈ ડિગ્રી મેળવી લીધી હોય તેનાથી લાયકાત સાબિત થતી નથી તે પણ ખ્યાલમાં લેવું. કેમ કે H-1B વિઝામાં ‘સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડ’ માટેની ડિગ્રી હોવી જરૂરી છે. તેથી શૈક્ષણિક લાયકાત યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ.

એકાઉન્ટન્ટની જગ્યા માટે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી સામાન્ય રીતે માન્ય ગણાતી નથી. બિઝનેસ એડમિનિસ્ટ્રેટર તરીકેની ડિગ્રી જનરલ ગણાય, તેને વિશેષ પ્રકારની કામગીરી માટે યોગ્ય ના પણ ગણાય. જોકે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે એકાઉન્ટિંગ અંગેના જુદા જુદા કોર્સ કરવામાં આવ્યા છે તે દર્શાવી શકાય. જે તે કામગીરી માટે આ વિશેષ કોર્સ કર્યા હોવાથી જરૂરી લાયકાત છે એવી દલીલ કરી શકાય છે.

વીઝા આપવામાં આવે છે

To be continued…………

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/