સત્તામાં આવીશું તો ૨૦૦ યુનિટ વીજળી ફ્રીઃ આમ આદમી પાર્ટી

 

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીઍ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આમ આદમી પાર્ટીઍ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા માટે ઍક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે. 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાઍ જણાવ્યું હતું કે, અમે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં બીજી યાદી જાહેર કરીને તમામને સમાવવામાં આવશે. આપના આવવાથી ગુજરાતમાં લોકોને નવો વિકલ્પ મળ્યો છે, જે સરકાર બનાવવા સુધી લઈ જશે. શિક્ષણના મુદ્દે અમે જે આક્રમકતાથી અવાજ ઉઠાવ્યો ઍનાથી પણ ભાજપ સરકાર ગભરાઈ છે, જેના આધારે તેઓઍ પગલાં ભરવાની ફરજ પડી છે. 

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાઍ વધુમાં જણાવ્યું હતું કે, હવે અમે વીજળીના મુદ્દે આગળ વધીશું અને જો આગામી સમયમાં ગુજરાતની જનતા અમને સત્તામાં લાવશે તો સૌને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આગામી ૧૫ જુનથી રાજ્યના તમામ જિલ્લા મથકોઍ આ મુદ્દે દેખાવ કરી આવેદનપત્ર આપવામાં આવશે. 

ગોપાલ ઇટાલિયાઍ રાજ્યમાં પોતાનો આગામી રણનીતિ જાહેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૬ જુનથી ૨૪ જૂન સુધી મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જે દરમિયાન સંગઠનના તમામ લોકો વિવિધ કાર્યક્રમો આપશે. લોકો વચ્ચે જઈને માંગણી પત્રકો ભરીશું કે લોકો શુ ઈચ્છે છે. અમે સરકાર સામે તમામ મોરચે લડી લેવાની માનસિકતા સાથે આગળ વધીશું. ભ્રષ્ટ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની ચૂંગાલમાંથી અમે રાજ્યની પ્રજાને છોડાવીશું. ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરૂને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તો સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. નવા સંગઠનની જાહેરાત કરતા ગોપાલ ઈટાલિયાઍ જણાવ્યુ કે, આજનો દિવસ આપના કાર્યકર્તા માટે ઇતિહાસ છે. ઍક તાકાતવાળું વિશાળ માળખું બનવાની જરૂર હતી, જેમાં જૂનું માળખું વિખેર્યું છે. 

ગત મહિને અમે પરિવર્તન યાત્રા કાઢી હતી. આ પરિવર્તન યાત્રા અમે વિધાનસભાની ૧૮૨ સીટ પર કાઢી હતી અને આ યાત્રામાં લોકોનો સારો પ્રતિસાદ રહ્ના હતો. ગામડા બેઠકમાં અને ૧૦ હજાર ગામડાની ઓળખ કરી છે. ગુજરાતના લોકો હવે બદલાવ માટે તૈયાર છે. નવા માળખામાં ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરૂને નેશનલ જોઇન્ટ સ્ક્રેટ્રી બનાવ્યા છે. આ વખતે ચોક્કસ બદલાવ આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here