વિશ્વ ગુજરાતી સમાજનાં ઉપપ્રમુખ તરીકે દિગંત સોમપુરાની વરણી

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજનાં ઉપપ્રમુખ તરીકે સંસ્થાના પ્રમુખ સી. કે. પટેલે (કેલિફોર્નિયા, અમેરિકાએ વિવિધ ગુજરાતી સંસ્થા અને એકમો સાથે સંકળાયેલ િદગંત સોમપુરાની નિમણૂંક કરી છે.
છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ગુજરાતીઓનાં વૈશ્વિક સંગઠન વિશ્વ ગુજરાતી સમાજ અનેક વિધ પ્રવૃત્તિઓથી વિશ્વમાં વસતા ગુજરાતીઓનાં િહતમાં કાર્યરત છે.
સ્વ. કૃષ્ણકાંત વખારીઆ વિશ્વગુજરાતી સમાજમાં દીર્ધકાલીન સેવાઓ તેમજ ગુજરાત અને ગુજરાતીઓનાં હિત માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. તેમનાં અવસાન બાદ અમેરિકામાં વસતા સવાયા ગુજરાતી સી. કે. પટેલે સંસ્થાનાં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
સી. કે. પટેલે વિશ્વ ગુજરાતી સમાજનાં પ્રમુખ તરીકે ટુંકા ગાળામાં જ એક અલગ ઓળખ વિવિધ ફલક પર વિકસાવી હતી. જેમાં વધુને વધુ ગુજરાતી યુવાનોને સમાવવાનો પ્રયાસ કર્યો છે.
તાજેતરમાં સંસ્થાના પ્રમુખ સી. કે. પટેલે વિશ્વ ગુજરાતી સમાજનાં સેક્રેટરી રહેલા િદગંત સોમપુરાને તેમની વિશેષ કામગીરી અને ગુજરાતીઓનાં િહતને વધુ આગળ વધારવા ઉપ પ્રમુખ તરીકે િનયુિક્ત કરી છે.
ઉલ્લેખનિય છે કે િદગંત સોમપુરા ગુજરાત ટાઈમ્સ (અમેરિકા)નાં માનદ તંત્રી, નોન રેસીડેન્ટ ગુજરાતી સેન્ટરનાં પૂર્વ ચેરમેન, િબ્રટીશ દૂતાવાસનાં પૂર્વ રાજકીય સલાહકાર તરીકે કામગીરી કરી છે.
હાલમાં તેઓ ગુજરાત ભાજપમાં વિદેશ વિભાગનાં મુખ્ય કન્વીનર તરીકે પણ સેવાઓ આપી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here