નેશનલ જયોગ્રાફિક બી 2018ના ટોચના ત્રણ વિજેતાઓ ભારતીય-અમેરિકનો


સ્પર્ધા પૂરી થયા પછી 2018 નેશનલ જ્યોગ્રાફિક બીના ટોચના ત્રણ ફાઇનલિસ્ટો. ડાબેથી ત્રીજા સ્થાને આવેલા વિશાલ સારેડ્ડી-જ્યોર્જિયા, બીજા સ્થાને આવેલી અનુષ્કા બુદ્ધિકોટ-ન્યુ જર્સી, 2018 નેશનલ જ્યોગ્રાફીક બી ચેમ્પિયન વેંકટ રંજન-કેલિફોર્નિયા. (જમણે) વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલા 30મી વાર્ષિક નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધા દરમિયાન કુલ 54 સ્પર્ધકોમાંથી અંતિમ દસ ફાઇનલિસ્ટોની પસંદગી કરાઇ હતી. જેમાંના અનેક ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ હતા.
વોશિંગ્ટન ડીસીઃ અનેક દિવસોની ગળાકાપ સ્પર્ધાના અંતે નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ટોચના ઇનામ માટે બે ભારતીય-અમેરિકનો વચ્ચે મુકાબલો થયો હતો. અંતે કેલિફોર્નિયાનો 13 વર્ષના વેંકટ રંજને ન્યુ જર્સીના 13 વર્ષની અનુષ્કા બુદ્ધિકોટને હાર આપી હતી અને 50 હજાર ડોલરની સ્કોલરશિપ મેળવી હતી, જયારે 14 વર્ષના વિશાલ સારેડ્ડીને ત્રીજું સ્થાન મળ્યું હતું.
વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી 30મી વાર્ષિક નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધા દરમિયાન કુલ 54 સ્પર્ધકોમાંથી અંતિમ દસ ફાઇનલિસ્ટોની પસંદગી કરાઈ હતી, જેમાંના અનેક ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ હતા. સ્પર્ધા પૂરી થયા પછી 2018 નેશનલ જ્યોગ્રાફિક બીના ટોચના ત્રણ ફાઇનલિસ્ટો ત્રીજા સ્થાને આવેલા વિશાલ સારેડ્ડી-જ્યોર્જિયા, બીજા સ્થાને આવેલી અનુષ્કા બુદ્ધિકોટ-ન્યુ જર્સી, 2018 નેશનલ જ્યોગ્રાફિક બી ચેમ્પિયન વેંકટ રંજન-કેલિફોર્નિયાએ દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. 23મી મે, વોશિંગ્ટન ડીસીમાં સ્પર્ધા પછી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધકોને તેમના પરિવારજનો અને દર્શકો તરફથી અભિનંદન આપવામાં આવ્યાં હતાં.
વિજેતા સવાલ ખૂબ જ અઘરો હતો – કયા સાઉથ અમેરિકન દેશની વસતિ લેબેનોન જેટલી છે? વેંકટ રંજને પેરાગ્વે અને અનુષ્કાએ ગુયાના જવાબ આપ્યો હતો.
વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી સ્પર્ધામાં દસ ફાઇનલિસ્ટોને હરાવી રંજન વિજેતા થયો હતો. નેટ જિયો બીમાં 2015થી આ તેનો ત્રીજો પ્રયાસ હતો. 30મી વાર્ષિક નેશનલ જ્યોગ્રાફિક બીનો પ્રીલિમિનરી રાઉન્ડ 21મી મે, સોમવારે યોજાયો હતો, જેમાં વિવિધ ભારતીય અમેરિકનો સહિત ટોચના દસ ફાઇનલિસ્ટોનો સમાવેશ થતો હતો. રંજન અને બુદ્ધિકોટ ઉપરાંત સારેડ્ડી અને બાકીના સાતમાં ત્રણ ભારતીય-અમેરિકનોનો સમાવેશ થતો હતો, જેમાં સીન ચેન્ગ (ન્યુ હેમ્પશાયર), ગાયત્રી કાઇમાલ (એરિઝોના), આત્રેયા મલાના (મેસેચ્યુસેટ્સ), જોનાથન સોન્ગ (નોર્થ કેરોલીના), સાકેત પોચીરાજુ (ઓહાયો), અશ્વિન શિવકુમાર (ઓરેગોન) અને નિહાર જાન્ગા (ટેક્સાસ)નો સમાવેશ થતો હતો.
આ વર્ષે નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં દસ હજારથી વધુ સ્કૂલોના ચારથી આઠ ધોરણ સુધીના 2.6 મિલિયન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here