સમગ્ર વિશ્વ ગ્લોબલ ર્વોમિંગની સમસ્યાથી જજુમી રહ્નાં છેઃ અમેરિકામાં બરફનું તોફાન

 

શિકાગોઃ સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ ર્વોમિંગની સમસ્યા સામે જજુમી રહ્નાં છે. ઍવામાં મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્ના છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે ઍ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય ઍનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બીજી તરફ બરફીલાં તોફાનને કારણે અંદાજે ૧૮થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્ના છે. જેને કારણે અમેરિકાની ચિંતામાં પણ વધારો થયો છે.

બરફના તોફાનને જોતા ઍરલાઈન્સે ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. સમગ્ર અમેરિકામાં બરફની સાથે બરફીલા પવનો ફૂંકાઈ રહ્ના છે. કેનેડાની સરહદ નજીક હાવરે, મોન્ટાનામાં માઈનસ ૩૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વિમાન, રેલ સહિતની પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાઍ વાહનો બરફમાં ફસાયા છે. આ સિવાય ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. હજારો અમેરિકનો ઍરપોર્ટ પર ફસાયેલા છે. ૨૦ કરોડ લોકો ઍટલે કે દેશની લગભગ ૬૦ ટકા વસ્તી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે. સમગ્ર અમેરિકામાં તોફાન માટે રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશની ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. વાવાઝોડાને કારણે ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે. ૨૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ફેલ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૭૪૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. શિકાગો અને ડેનવર ઠંડીથી પ્રભાવિત વિસ્તારોમાં મોખરે છે. શિકાગોના ઓહેર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય ડલ્લાસ લવ, ડલ્લાસ-ફોર્ટ વર્થ, ડેનવર અને મિનેપોલિસ ઍરપોર્ટ પરની ફ્લાઇટ્સે સુરિક્ષત મુસાફરી માટે ડી-આઇસિંગ લિક્વિડનો છંટકાવ કરવો પડશે.

ખરાબ હવામાનને કારણે અમેરિકાની ઘણી ઍરલાઇન્સ પણ મુસાફરોની સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે જેથી કરીને જો મુસાફર ટૂંક સમયમાં પોતાનો કાર્યક્રમ બદલવા માંગે તો તેને દંડ ન ભરવો પડે. કડકડતી ઠંડી બાદ પણ ઍરલાઇન્સ દ્વારા જે મુસાફરોની ફ્લાઇટ કાર્યરત છે તેઓને સમય પહેલા ઍરપોર્ટ પહોંચી જવાની અપીલ કરવામાં આવી રહી છે. કડકડતી ઠંડીને કારણે બસ અને ટ્રેન સેવા પણ સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ છે. ભીષણ બરફ પડવાથી અનેક હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કાતિલ ઠંડીથી બચવા માટે લોકોને સલાહ આપી છે. 

અમેરિકામાં આર્કટિકથી આવી રહેલા ઠંડા પવનોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અમેરિકામાં ‘ઇલિયટ’ નામે અત્યંત ખતરનાક તોફાન વિકસિત થઇ રહ્નાં છે જેનાથી ક્રિસમસ પહેલા લાખો લોકોની ફરવા જવાની યોજના પર પાણી ફરી વળ્યું છે. અમેરિકી પ્રશાસને ચેતવણી આપી છે કે અત્યંત ઠંડા પવનોને કારણે અમેરિકાના અનેક વિસ્તારોમાં પારો માઇનસ ૪૦ ડિગ્રીની નીચે પહોંચી શકે છે. માનવામાં આવી રહ્નાં છે કે નાતાલ સુધી અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં આર્કટિકથી આવી રહેલા આ ઠંડા પવાનોને કારણે શરીર થિંજાવી દે ઍવું તાપમાન રહેશે. ૨૦ કરોડ અમેરિકનો માટે સરકારની ચેતવણી આર્કટિકથી ફૂંકાઇ રહેલા પવનોઍ અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગ સુધી અસર કરી છે. અમેરિકાની લગભગ ૬૦ ટકા વસ્તી ઍટલે કે ૨૦ કરોડ લોકો ઠંડીને લઇને જાહેર કરાયેલી ચેતવણીમાં સામેલ છે