વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઈટ હાઉસ ખાતે ઉષ્માપૂર્ણ ભવ્ય સ્વાગત ભારત- અમેિરકાના સંબંધો વધુ મજબૂત બનશે, િવશ્વનાં બે મહાન લોકતંત્રની અતૂટ મૈત્રીનો નૂતન અધ્યાય!

ન્યુ યોર્કઃ અમેરિકાની ચાર દિવસની યાત્રા પર પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 22મી જૂનના વ્હાઈટ હાઉસ ખાતે રાજકીય સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને તેમનાં પત્ની જિલ બાયડેને તેમને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો. ખુશનુમા સવારે વ્હાઈટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેલા અનેક ભારતીય- અમેરિકનોએ ઉત્સાહ અને આનંદથી મોદી મોદીના નારાઓ પોકારીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદીને આવકાર આપતાં અમેરિકાના પ્રમુખ ડો બાયડેને તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન મોદી ,આપનું હું ફરીવાર સ્વાગત કરું છું. અમેરિકા અને ભારતના સંબંધો 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાં સ્થાન ધરાવે છે. આપણા બન્નેના લોકતંત્રના સંવિધાન( કોન્સ્ટીટયુશન)નોે પ્રથમ શબ્દ વી , ધ પીપલ એકસમાન છે. આપણા બન્ને રાષ્ટ્રનાં લોકો વચ્ચેનાં સ્થાયી સંબંધોે, સમાન મૂલ્યો અને વર્તમાન  સમયના આપણા પ્રશ્નોનાં નિરાકરણ માટે વૈિશ્વક નેતા તરીકે આપણી  સહિયારી જવાબદારી છે.

 પ્રમુખ બાયડેનના સ્વાગત- વકતવ્ય બાદ વડાપ્રધાન મોદીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન બન્યા બાદ મેં અનેકવાર વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી  છે. આજે સૌપ્રથમ વાર આટલી બહોળી સંખ્યામાં ભારતીય- અમેરિકન સમુદાયના લોકો માટે વ્હાઈટ હાઉસના દરવાજા ખુલ્યા છે. એ માટે હું પ્રમુખ બાયડેનનો આભાર વ્યક્ત કરું છું. 

ભારત- અમેરિકા વચ્ચેની મજબૂત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ આપણા મજબૂત લોકતંત્રનું પ્રમાણ છે. બન્ને દેશોના સંબંધો મજબૂત કરવામાં ભારતીય સમુદાયે મહત્વની ભૂમિકા નિભાવી છે. ભારતનો તિરંગો ધ્વજ અને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ (સ્ટાર અને સ્ટ્રાઈપ) -બન્ને નવી ઊંચાઈ પર લહેરાતા રહે! મારું ભાવભર્યું સ્વાગત કરવા માટે હું પ્રમુખ બાયડેન અને િજલ બાયડેનનો 140 કરોડ ભારવાસીઓ વતી આભાર વ્યક્ત કરું છું. 

  પોતાના સંક્ષિપ્ત વકતવ્યના અંતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું થોડા સમયબાદ પ્રમુખ બાયડેન સાથે ભારત- અમેરિકાના સંબંધો અંગે ચર્ચા કરવાનો છું. એ માટે હું ખૂબ ઉત્સુક છું. મને આશા છે કે અમારી પરસ્પરની મુલાકાત સકારાત્મક અને પરિણામલક્ષી બની  રહેશે. 

       વડાપ્રધાન મોદીના આવકાર કાર્યક્રમ પ્રસંગે અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હેરિસ, વિદેશમંત્રી એન્ટની  જે. બ્લિંકન સહિત અમેરિકાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે  ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના અમેિરકા ખાતેના રાજદૂત તરનજીત સિંઘ સંધુ , વિદેશ વિભાગના અધિકારીઓ તેમજ પરીખ  વર્લ્ડવાઈડ મિડિયા અને આઈટીવી ગોલ્ડના ચેરમેન ડો. સુધીર પરીખ તેમજ ડો. સુધાબહેન પરીખનો સમાવેશ થતો હતો.  વ્હાઈટ હાઉસ ખાતે રેડ કાર્પેટ બિછાવીને, માર્ચિંગ બેન્ડ  તેમજ  ગાર્ડ ઓફ ઓનર સાથે 21 ગનની સલામી આપીને  વડાપ્રધાન મોદીનું આદર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે હાજર રહેલા પ્રત્યેક અમેરિકન- ભારતીય માટે આ  અતિ આનંદ અને ગૌરવની ક્ષણો હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો રાબેતા મુજબનો ભારતીય પોશાક પરિધાન કર્યો હતો. તેમણે પોતાનું વકતવ્ય હિન્દીમાં આપ્યું હતું. તેમનું આ પ્રવચન સરલ, ભાવવાહી અને અર્થપૂર્ણ હતું. ભારતના વડાપ્રધાન મોદીના  ગરિમાપૂર્ણ વ્યક્તિત્વની અનુભૂતિ કાર્યક્રમ પ્રસંગે હાજર રહેલ દરેક વ્યક્તિને થઈ હતી. અમેરિકામાં વસતા દરેક ભારતીય- અમેરિકન માટે આ પ્રસંગ હંમેશા યાદગાર અને ગૌરવભર્યો બની રહેશે.  

વડાપ્રધાન મોદીના ગરિમાપૂર્ણ વ્યક્તિત્વની અનુભૂતિ કાર્યક્રમ પ્રસંગે હાજર રહેલ દરેક વ્યક્તિને થઈ હતી. અમેરિકામાં વસતા દરેક ભારતીય- અમેરિકન માટે આ પ્રસંગ હંમેશા યાદગાર અને ગૌરવભર્યો બની રહેશે.