વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19-24મે સુધી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ થી ૨૪ મે દરમિયાન જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે તેમ કેન્દ્રીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી જી-૭ સમિટમાં વિશ્વ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તથા ખાદ્ય, ખાતર અને ઉર્જા સુરક્ષા મુદ્દે સંબોધન કરશે. જાપાનમાંથી વડાપ્રધાન મોદી પાપુઆ ન્યુ ગિનીના શહેર પોર્ટ મોરેસબી જશે જ્યાં તેઓ ૨૨ મેના રોજ ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશનની ત્રીજી સમિટની યજમાની પાપુઆ ન્યુ ગુઇના વડાપ્રધાન જેમ્સ મરાપે સાથે કરશે. ત્યારબાદ ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જશે. તેઓ ૨૨ મેથી ૨૪ મે સુધી સિડનીમાં રોકાશે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલબાનેસે દ્વારા આયોજિત આ સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બાયડેન તથા જાપાનના વડાપ્રધાન ફુમિઓ કિશિદા પણ ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here