અમદાવાદના ભોલે ગ્રુપે બનાવી ૨૩ તોલા સોનાની ચરણ પાદુકા: અંબાજી મંદિરમાં અર્પણ કરાશે

 

અમદાવાદ: જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માં અંબાને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. ૨૩૧ ગ્રામ એટલે કે ૨૩ તોલા સોનામાંથી માં અંબાની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે. હાલ ૧૮૧ ગ્રામની ચાંદીની ચરણ પાદુકાના અંબાજી મંદિરમાં દર્શન થાય છે. ચાંદીની પાદુકાને બદલે હવે સોનાની ચરણ પાદુકા ગર્ભગૃહમાં સ્થાપિત થશે. ભાદરવી એકમના દિવસે માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરાશે. અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા વર્ષોથી સોના ચાંદીના અનેક આભૂષણો માં અંબાને અર્પણ કરવામાં આવતા હોય છે, જેમાં વધુ એક સોનાની ચરણ પાદુકાનો સમાવેશ થશે. જય ભોલે ગ્રુપના મેમ્બર દીપેશ પટેલે જણાવ્યુંં હતું કે, અમારા ગ્રુપ દ્વારા દેશના ૧૭૦૦ કરતા વધુ મંદિરોમાં ઘડિયાળ લગાવવામાં આવી છે. અંબાજી મંદિરમાં જ્યારે અમે ગયા ત્યારે અમે જોયું કે માં અંબાનું આખું મંદિર સુવર્ણનું હતું. માતાજીનો થાળ સોનાનો છે, માતાજીના દાગીના, શણગાર બધું જ સોનાનું છે, માત્ર એક ચરણ પાદુકા જ ચાંદીની હતી. અમને આ ચાંદીની ચરણ પાદુકાને બદલે સોનાની ચરણ પાદુકા માં અંબાના ચરણોમાં અર્પણ કરવાનુંંનક્કી કર્યુ. જેના માટે અમે કલેક્ટર સાથે મુલાકાત કરી, વિચારો રજૂ કરી, સંમતિ લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here