યુ ટ્યુબના સીઈઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપ્યું

 

યુકે: યુટયુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપી દેતા હવે ભારતીયમૂળના વ્યક્તિને આ કંપનીના નવા સીઈઓ તરીકે નિમણૂંક આપવાની તૈયારી થઈ ગઈ છે. યુટયુબની મૂળ કંપની આલ્ફાબેટ ઈંકએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે યુટયુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય મૂળના નીલ મોહન હવે યુટયુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટયુબના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટની ભૂમિકા પણ ભજવશે. નીલ મોહન હાલમાં યુટયુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. નીલ મોહન ૨૦૦૭માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તે નવેમ્બર ૨૦૧૫માં યુટયુબ સાથે જોડાયા હતા. નીલ મોહનની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે અને તેમણે તેમની કારકિર્દીની શ‚આત એક્સચેંર કંપની સાથે કરી હતી.