તાઈવાન સામે યુદ્ઘની તૈયારી કરી રહ્નાં છે ચીનઃ જિનપિંગના ઇરાદા ઍકદમ સાફ, 

 

ચીનઃ ચીન તાઈવાન સામે યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરી રહ્નાં છે. યુઍસ આર્મીના નિવૃત્ત લેફટનન્ટ જનરલ અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઍચઆર મેકમાસ્ટરે કહ્નાં કે ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો વધુ તંગ બની રહ્ના છે. વાસ્તવમાં, તાઇવાન પોતાને ચીનથી સ્વતંત્ર દેશ માને છે, જ્યારે બેઇજિંગ તેના પર દાવો કરી રહ્નાં છે અને ટાપુ પર નિયંત્રણ જરૂરી માને છે. ઍચઆર મેકમાસ્ટરે કહ્નાં કે મારૂં માનવું છે કે ચીન તાઈવાનને નિયંત્રિત કરવા માટે સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી શકે છે. અમેરિકી સેનાના નિવૃત્ત લેફટનન્ટ જનરલે કહ્નાં કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘણી વખત તાઈવાનને પોતાના નિયંત્રણમાં લાવવાની યોજના બનાવી છે. ઍચઆર મેકમાસ્ટરે કહ્નાં, શી જિનપિંગે તેમના નિવેદનોમાં ખૂબ જ સ્પષ્ટ કર્યું છે કે તેમના દૃષ્ટિકોણથી, તેઓ તાઈવાનને તેમના દેશમાં ફરીથી ઍકીકૃત કરીને ચીનને ફરીથી સંપૂર્ણ બનાવવા જઈ રહ્ના છે.  તાઇવાન માટે ચીનની લશ્કરી ધમકીઓ વધી છે અને તેના ટોચના નેતાઓઍ કહ્નાં છે કે ટાપુ રાષ્ટ્ર પાસે ચીનના શાસનને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.