યુ વિઝા શું છે? યુ વિઝા માટે કઈ જરૂરિયાતો સંતોષવી પડે છે? તેના માટે કવોલિફાય થવા શું કરવું પડશે?

0
1329

યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા વસાહતીઓને જે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તેમાં કાં તો તેમને ગુનાનો ભોગ બનીને દેશનિકાલ થવાનો ભય રહેતો હોય છે અથવા તો ગુનાનો ભોગ બનીને દુખ અને ભય સાથે જીવવું પડે છે. હાલમાં આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, કે ગુનાનો ભોગ બનેલા વસાહતીઓ પણ આગળ આવતાં ગભરાય છે. તેઓ ચૂપચાપ સહન કરે છે, કારણ કે તેમને દેશનિકાલનો ભય રહેલો હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં શેરીઓમાં યુએસ સિટિઝનો સહિત અન્ય નાગરિકોને ઘાતકીપણે ઈજા કરવાના અને હુમલો થવાના બનાવો વધી રહ્યા છે.
જો તમે એવી વ્યક્તિને જાણતા હો જેઓ ગુનાકીય પ્રવૃત્તિનો ભોગ બનેલી છે અથવા તમે ગુનાનો ભોગ બનેલી હોય, તો તમે ગુનેગારોને પકડવામાં લો એન્ફોર્સમેન્ટને સહાયરૂપ થવા માટે યુ વિઝા અંતર્ગત દેશમાં રહેવા માટે ક્વોલિફાય થઈ શકો છો. યુ વિઝાની વિગતવાર માહિતી અને લાયકાત માટેની જરૂરિયાતો આપવામાં આવી છે. અમે વધુ માહિતી મેળવવા માટે અને તમારા કેસની ચર્ચા કરવા માટે તમને અમારા સ્કિલ્ડ વિઝા એટર્નીનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.
યુ વિઝા શું છે?
યુ વિઝાની શરૂઆત વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિગ એન્ડ વાયોલેન્સ પ્રોટક્શન એક્ટ ઓફ 2000 અંતર્ગત કરવામાં આવી છે. યુ વિઝા લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને પ્રોસિક્યુટર્સને સહાયરૂપ થવા માટે વસાહતીને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજૂરી આપે છે. યુ વિઝા માટે ક્વોલિફાય થવા માટે અરજીકર્તાએ ચોક્કસ ગુનાના કારણે શારીરિક-માનસિક નુકસાનીમાંથી પસાર થવું પડે છે.
આની પાછળનો એક વિચાર ગેરકાયદે વસાહતીઓને ગુનાઓની નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
કારણ કે દેશમાં જે લોકો કાયદેસર રહેતા નથી તેમને દેશનિકાલ થવાનો ભય રહેલો હોય છે આથી તેઓ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓને ગુનાઓનો રિપોર્ટ આપતા નથી. પરિણામે ગુનેગારોને તેમના ગુનાઓની સજા મળતી નથી. યુ વિઝાના કારણે, વસાહતીને ચાર વર્ષ માટે નોનઇમિગ્રન્ટ સ્ટેટસનો દરજ્જો મળે છે. ખૂબ જ મર્યાદિત પરિસ્થિતિમાં તેનું વિસ્તરણ કરવામાં આવે છે.
ત્રણ વર્ષ પછી, તમે લીગલ પરમેનન્ટ રેસિડન્સ માટે અરજી કરી શકો છો. તેમ છતાં, તમારે ગ્રીન કાર્ડ મેળવવા માટે કાયમી નિવાસ માટે તમામ જરૂરિયાતો સંતોષવી પડે છે. જો તમે ગ્રીનકાર્ડ માટે પાત્રતા ધરાવો છો, કોઈ પણ પારિવારિક સભ્યને તમારી સાથે યુનાઇટેડ સ્ટેટસમાં રહેવાની મંજૂરી મળશે અને તે ગ્રીનકાર્ડ મેળવવા માટે પણ પાત્ર ગણાશે.
યુ વિઝા માટેની યોગ્યતાની જરૂરિયાતો
અરજીકર્તાઓએ યુ નોનઇમિગ્રન્ટ વિઝા માટે કડકપણે તમામ યોગ્યતાની જરૂરિયાતો સંતોષવી પડશે. આ માટે પાત્રતા મેળવવા માટે તમારેઃ
– મંજૂર થયેલી યાદીમાં ગુનાકીય પ્રવૃત્તિનો ભોગ બનેલા હોવા જોઈએ,
– અમેરિકામાં ગુનો થયેલો હોવો જોઈએ,
– ગુનાકીય પ્રવૃત્તિના કારણે શારીરિક કે માનસિક ઈજા પહોંચેલી હોવી જોઇએ,
– દેશમાં નોનઇમિગ્રન્ટ તરીકે પ્રવેશ મેળવવા એડવાન્સ પરમિશન માટે વેઇવરે ક્વોલિફાય થયેલા હોવા જોઈએ,
– ગુના વિશે માહિતી હોવી જોઈએ અથવા તમારાં માતાપિતા, મિત્રો તમારા વતી માહિતી આપે તેવાં હોવાં જોઈએ (જો તમે 16થી ઓછી વયના હો તો અથવા વિકલાંગતાને કારણે માહિતી આપવા અક્ષમ હો તો)
– લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સહાય કરવી જોઈએ, કારણ કે તેઓ ગુનાની તપાસ કરતી હોય છે.
માન્યતાપ્રાપ્ત ગુનાકીય પ્રવૃત્તિઓમાં હેરાનગતિ, શારીરિક ગુનાઓ, મારપીટ, અપહરણ, હત્યા, બળાત્કાર, ગુલામોની લેવેચનો વેપાર, ટ્રાફિકિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે વધુ માહિતી માટે તમારે અનુભવી ઇમિગ્રેશન-વિઝા એટર્નીનો સંપર્ક કરવો જોઈએ.
યુ વિઝા માટે કેટલાક પારિવારિક સભ્યો ક્વોલિફાય થઇ શકે છે?
જો તમારા યુ વિઝાને મંજૂરી મળે, તમારા પારિવારિક સભ્યોમાંથી કેટલાક સભ્યો તમારી સાથે દેશમાં રહેવા માટે યુ વિઝા માટે પાત્ર બનશે.
ગુનાકીય પ્રવૃત્તિની શિકાર બનેલા વ્યક્તિ તરીકે યુ વિઝા માટે ફાઈલિંગ
આ પ્રકારના વિઝા મેળવવાની પ્રક્રિયા અને ફોર્મની જરૂરિયાત સમજવી ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. એનપીઝેડ લો ગ્રુપમાં ઇમિગ્રેશન એટર્ની સાથે વાત કરવા માટે અમરી ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમે વિઝા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં મદદરૂપ થઈશું.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક કરી શકો છો અથવા 201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here