ભારતીય મૂળના અજય બંગા બનશે વિશ્વ બેંકના પ્રમુખ

નવી િદલ્હીઃ ભારતીય મૂળના અજયપાલસિંહ બંગા વર્લ્ડ બેંકના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ આગામી બે જૂનના રોજ પોતાનો પદભાર સંભાળી લેશે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે વિશ્વ બેંકના 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે અજય બંગાને તેમના પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને આ પદ માટે નોમિનેટ કર્યા છે.
અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે જેમને વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ ભારતીયો માટે ગર્વની વાત છે.
અજયપાલ સિંહ બંગા ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. તેઓ હાલમાં જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન છે.
અગાઉ જુલાઈ 2010થી ડિસેમ્બર 31, 2020 સુધી તેઓએ માસ્ટરકાર્ડના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી હતી અને બાદમાં તેઓ માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા.