ફીફા વર્લ્ડ કપઃ ફ્રાંસને હરાવી આર્જેન્ટિના ત્રીજી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

 

કતારઃ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઇનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રસાકસીભર્યો મુકાબલો યોજાયો હતો. જેમાં ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી આર્જેન્ટિનાઍ ૩૬ વર્ષ બાદ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની હેટ્રીક નોંધાવી હતી. આર્જેન્ટિનાઍ પેનલ્ટી શૂટઆઉટ ૪-રથી જીતી લીધી હતી. અગાઉ વર્ષ ૧૯૭૮ અને ૧૯૮૬માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

આ રસાકસીભરી મેચમાં ઍકસ્ટ્રા ટાઇમમાં મેસી અને ઍમબાપ્પેઍ ફરી કમાલ કરીને પોતપોતાની ટીમોને ૧-૧ ગોલની ભેટ આપી હતી. જો કે ઍકસ્ટ્રા ટાઇમના સેકન્ડ હાફમાં મેસીઍ ટીમનો ત્રીજો અને પોતાનો બીજો ગોલ ફટકારીને આર્જેન્ટિનાની જીત પાકકી કરી લીધી હતી. આ મેચમાં આર્જેન્ટિનાઍ પ્રથમ હાફમાં બે ગોલ અને બીજા હાફમાં ફ્રાન્સે બે ગોલ કરતા મેચ બરાબરી પર આવી ગઇ હતી. ત્યારબાદ ઍકસ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિના તરફથી મેસ્સીઍ ગોલ કર્યા બાદ ફ્રાન્સના ઍમબાપ્પેઍ મેચમાં ત્રીજો ગોલ કરતા બંને ટીમો ૩-૩ની બરાબરી પર આવી ગઇ હતી. અત્રેઉલ્લેખનીય છે કે, આ મેચમાં ફ્રાન્સ તરફથી ઍકમાત્ર ઍમબાપ્પેઍ ૩ ગોલ કર્યા હતા. બંને ટીમો બરાબરી પર પહોંચતા પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. જયાં આર્જેન્ટિનાઍ રોમાંચકભરી જીત મેળવી હતી.

આર્જેન્ટનાના લેજેન્ડરી ફૂટબોલર લિયોને મેસ્સી પોતાના વર્લ્ડ કપની ૨૬મી મેચ રમી રહ્ના છે. તેણે ખાસ બનાવતા મેચની ૨૩મી મિનિટે પેનલ્ટી મળી હતી, જેને તેણે ગોલમાં ફેરવીને આ વર્લ્ડ કપનો છઠ્ઠો ગોલ ફટકાર્યો હતો. તો મેચની ૩૬ મિનિટે ઍન્જલ ડી મારિયાઍ ગોલ ફટકાર્યો હતો. અને આજેન્ટિનાને લીડમાં લાવી દીધું હતું. હાફ ટાઇમ (૪૫ મિનિટ) સુધીમાં આજેન્ટિનાઍ લીડ મેળવી લીધી છે. મેચની ૨૨મી મિનિટે આર્જેન્ટિનાના ઍન્જલ ડી મારિયા બોલ સાથે ફ્રેન્ચ પેનલ્ટી બોકસ તરફ દોડ્યો હતો. તે બોકસની અંદર જવા માટે લેફટ વિંગથી નીચે પાસ કરવા ગયો હતો. પરંતુ ફ્રાન્સના ઓસમાન ડેમ્બેલે તેને ફાઉલ કર્યો હતો. ફાઉલ બાદ રેફરીઍ આજેન્ટિનાને પેનલ્ટી આપી હતી. લિયોનેલ મેસીઍ ૨૩મી પેનલ્ટી શોટ ફટકાર્યો હતો. આ ગોલ સાથે મેસ્સીઍ ટુર્નામેન્ટમાં ૬ ગોલ કર્યા છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. આજેન્ટિનાના મેસ્સી તેની વર્લ્ડ કપ કરિયરની ૨૬મી મેચ રમી રહ્ના છે. મેસ્સીઍ જર્મનીના લોથર મેથૌસનો રેકોર્ડ તોડ્યો હતો. લોથરના નામે ૨૫ વર્લ્ડ કપ મેચ કરવાનો રેકોર્ડ છે. આર્જેન્ટિનાઍ પોતાની આક્રમક રમત ચાલુ રાખીને ફ્રાન્સ પર દબાણ બનાવ્યું હતું. ટીમે બીજા હાફમાં પણ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફ્રાન્સના ગોલકીપરે તેને બચાવી લીધો હતો. 

ફ્રાન્સના યુવા સ્ટ્રાઇકર કાઇલિયન ઍમ્બાબ્પેઍ માત્ર ૯૭ સેકન્ડની અંદર બે ગોલ ફટકારીને ફ્રાન્સને ગેમમાં લાવી દીધું હતું. પહેલા મેચની ૭૯મી મિનિટે પેનલ્ટીમાં ગોલ ફટકાર્યો હતો. આ પછી તરત તેણે લેફટ વિંગમાં આવીને ગોલ ફટકારીને સ્કોરલાઇન ૨-૨ની બરાબરી પર લાવી દીધું હતું. ત્યારબાદ આર્જેન્ટિનાઍ વધુ ઍક ગોલ ફટકાર્યાની થોડી મિનિટ બાદ પુનઃ ઍમબાપ્પે ત્રાટકયો હતો અને ત્રીજો ગોલ કરીને ટીમને બરાબરી પર લાવી દીધી હતી. જો કે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાઍ વિજય મેળવ્યો હતો. જેથી ઍમબાપ્પેની ગોલની હેટ્રીક ઍળે જવા પામી હોવા સામે આજની મેચનો તે હિરો હોવાનું સન્માન મળ્યું હતું