પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના કર્યા વખાણ

 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેમના ‘લોંગ માર્ચ’ને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા હતા પરંતુ ભારતની વિદેશ નીતિ શરૂઆતથી જ દબાણ મુક્ત અને સ્વતંત્ર રહી છે. યુક્રેન યુદ્ધ અને પશ્ર્ચિમી દેશોના દબાણ છતાં ભારતે પોતાની વિદેશ નીતિ સ્વતંત્ર રાખી છે. ઈમરાન ખાન ઘણીવાર પાકિસ્તાનની શહબાજ સરકારને ઘેરીને ભારતના વખાણ કરતા જોવા મળ્યા છે. એપ્રિલમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તામાંથી હટાવવામાં આવેલા ખાને વડાપ્રધાન શાહબાજ શરીફની ટીકા કરતી વખતે ઘણી વખત ભારતની પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ અગાઉ ઓક્ટોબરમાં ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે. ભારત પોતાની રીતે રશિયા પાસેથી ક્રૂડ આયાત કરવા સક્ષમ છે.