ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ઍન્થની ઍલ્બનીઝ ભારતની મુલાકાતેઃ અમદાવાદમાં મેચ નિહાળી

 

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ઍન્થની ઍલ્બનીઝ હાલ ભારતની મુલાકાતે પધારેલ છે. તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઍન્થની ઍલ્બનીઝ  હાજર રહ્નાં હતા. 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અમદાવાદ ઍરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આદાન પ્રદાન માટે મહત્વના રહેશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઍન્થની ઍલ્બાનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી. તેઓ ચાર દિવસ ભારતના પ્રવાસે રહેવાના છે. અત્યારે તેઓ ગુજરાતના અમદાવાદ આવી પહોચ્યા છે. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત કરી અને તેમણે વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. આ સાથે તેઓ ગાંધી આશ્રમમાં આશરે ૨૦ મિનિટ જેટલો સમય રોકાયા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સાથે રહ્ના. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઍ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિઝિટર બુકમાં નોંધ લખી હતી કે, ‘ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે ગર્વની વાત છે. આજે પણ તેમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.’

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ભારત અને ઓસ્ટ્રેલિયાની આશરે સાડાસાત દાયકા ઍટલે કે ૭૫ વર્ષની ક્રિકેટ મૈત્રીની ઉજવણીનું સાક્ષી બન્યું હતું. બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની ભવ્યાતિભવ્ય સમારોહ સાથે શરૂઆત થઈ હતી. ગુજરાતી ગરબાથી લઈને ગ્રાઉન્ડમાં બંને દેશના વડાપ્રધાનો રથ પર સવાર થઈને ફર્યા હતા. આ બધા વચ્ચે નમો સ્ટેડિયમથી ઍક અદ્ભૂત તસવીર સામે આવી રહી છે અને જ્યાં જુઓ ત્યાં બસ આ સેલ્ફીની જ ચર્ચા થઈ રહી છે. આ સેલ્ફી છે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ઍન્થની અલ્બનીઝની. 

મેચમાં ટોસ ઉછાળીને વડાપ્રધાન મોદીઍ અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ઍન્થની અલ્બનીઝે સાથે સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમમા પ્રદર્શન નિહાળ્યુ હતું. ત્યારબાદ બંને પ્રધાનમંત્રી પ્લેયર્સનો ઉત્સાહ વધારીને સ્ટેડિયમથી રવાના થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍન્થની અલ્બનીઝનું સ્ટેડિયમમાં સ્વાગત કર્યુ હતું. બંને વડાપ્રધાનની હાજરીઍ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતની ઓળખ ઍવા ગરબાની ધૂમ મચાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઍ પારંપરિક ગરબાની મજા માણી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને કેપ આપીને મેચ માટે શુભકામના આપી. જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઍ ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથને કેપ આપી શુભેચ્છા પાઠવી હતી. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયા માટે આ  મેચ ખૂબ જ મહત્વની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here