WHOની ચેતવણી કોરોનાનો બીજો તબક્કો – આવનારો બીજો પ્રવાહ ખતરનાક હશે.. 

 

     

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી પ્રમુખ ડો. માઈક રેયાને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, હાલમાં આખું વિશ્વ કોરોનાની ચુંગાલમાંથી છુટવાના તમામ ઉપાયો કરી રહ્યું છે. પરંતુ અત્યારે જે જે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કદાચ કોરોનાની બીજુ લહેર- બીજો આવનારો તબક્કો વધુ ખતરનાક પુરવાર થઈ શકે. હાલની સ્થિતિ એવી છેકે આપણને લાગી રહ્યું છે કે કોરોનાનું સકંક્રમણ હવે ઓછું થઈ રહ્યું છે. વધુ ને વધુ લોકો સાજા થઈ રહ્યા છે. કેટલાક દેશોમાં સંક્રમણની સંખ્યા ઘટી રહી છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં, દક્ષિણ એશિયામાં અને આફ્રિકામાં સંક્રમણના  કેસ વધતા જાય છે. લોકોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂરત છે. કેટલાક દેશોએ લોકડાઉનખોલી નાખ્યું છે. પણ હજી આફત ટળી નથી. દેશની સરકારે હવે વધુ કાળજી રાખવાની છે. યુરોપ અને ઉત્તર અમેરિકાએ બચાવના ઉપાયો સાથે સજાગ અને તૈયાર રહેવાનું છે. કોરોના જો વધુ આક્રમક બની જાય તો એને માટે સતત ઉપાયો ના પ્રયાસો કરવા પડશે. પ્લાનિંગ કરીને નવી રણનીતિ બનાવવી પડે. જેથી બીજા તબક્કાના પ્રહારને આવતો રોકી શકાય હાલના સંજોગમાં ગાફેલ રહેવાનું યોગ્ય નથી.