WHOએ કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યોઃ વિશ્વના ૧૨૩ દેશોમાં અસર

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. અત્યારસુધી દેશમાં કોરોના વાઇરસના ૬૦ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ૧૧ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં સૌથી વધુ કોરોનાપીડિત દરદીઓ હોવાનું જાણવા મળ્યું છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાઇરસને મહામારી જાહેર કરાયો છે, જેને પગલે ભારત આવતા વિદેશીઓના વિઝા ૧૫ એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીયોને અન્ય દેશોમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે હાલ સુધીમાં ૪,૬૧૬ લોકોના ભોગ લેવાયા છે. બુધવારે એક જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ લોકોનાં મોત થયાં છે, તો ઈટાલીમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં અહીં ૧૯૬ લોકોનાં મોત થયાં તો ઈરાનમાં ૬૩ લોકોનાં મોત થયાં છે. ફ્રાંસમાં ૧૫, સ્પેનમાં ૧૯, જર્મનીમાં એક વ્યક્તિનું મોત, અમેરિકામાં વધુ ૮ લોકોનાં મોત થતાં કુલ આંક ૩૮ પહોંચ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડમાં એક, જાપાનમાં ત્રણ અને નેધરલેન્ડમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સ્વિડનમાં એક, યુકેમાં ૨, બેલ્જિયમમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. લેબેનોનમાં ૧, ફિલિપિન્સમાં ૧, આયર્લેન્ડમાં ૧ વ્યક્તિનું મોત, ઇન્ડોનેશિયામાં ૧, અલ્બેનિયામાં ૧, પનામામાં ૧ અને બલ્ગેરિયામાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. આ સમયે દેશમાં ૬૦ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. કુલ ૧૧ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર, સૌથી વધુ કેરળમાં કોરોનાપીડિત દરદીઓ હોવાનું જાણવા મળ્યું છે. ભારતે બુધવારે ૧૫ એપ્રિલ સુધીના તમામ ટૂરિસ્ટ વિઝા સ્થગિત કર્યા છે. આ સંદર્ભે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન મુજબ, સરકારે દેશમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે આ પગલું ભર્યું છે. નિવેદન મુજબ આરોગ્યપ્રધાન હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મંત્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ૧૩ માર્ચ ૨૦૨૦ની બપોરે ૧૨ વાગ્યાથી અમલમાં આવશે. આ સાથે જ ઓસીઆઇ કાર્ડધારકોને વિઝામુક્ત મુસાફરીની સુવિધા પણ ૧૫ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે