સૂચિત DACA રેગ્યુલેશન વિશે જાણવા જેવું

0
710

 

ગૃહ મંત્રાલયની સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી DECA (ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ)ને સંહિતાબદ્ધ કરવા માટેની નીતિ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી છે. આ સૂચિત DACA નિયમોમાં શું શું હશે તેની ચર્ચા અહીં NPZ લો ગ્રુપના લોયર્સે કરી છે.

નવી સૂચિત વ્યાખ્યા પ્રમાણે DECA અરજદારઃ

 ૧૬ કરતાં નાની ઉંમરે અમેરિકા આવેલો હોવો જોઈએ

 ૧૫ જૂન, ૨૦૦૭ પછીથી DECA અરજી કરે ત્યાં સુધી સતત અમેરિકામાં જ નિવાસ કરતો રહેલો હોવો જોઈએ

 ૧૫ જૂન, ૨૦૨૧ અને અરજી જે દિવસે કરવામાં આવી હોય ત્યારે અરજદાર અમેરિકામાં રૂબરૂમાં હાજર હોવો જોઈએ

 હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હોવો જોઈએ, GED સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ, અથવા હાલમાં શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ, અથવા સન્માન સાથે અમેરિકાની સેના કે કોસ્ટ ગાર્ડમાંથી છુટ્ટો થયેલો હોવો જોઈએ

 ૧૫ જૂન, ૨૦૨૧ તથા DECA માટેની અરજી કરે ત્યારે તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ગેરકાયદે હોય

 તેની સામે ત્રણ ગુનાઓ સાબિત થયા ના હોવા જોઈએ કે પછી જાહેર અને રાષ્ટ્રીય સલામતી સાથે તે ખતરો બને તેમ ના હોવો જોઈએ

 અરજી કરી હોય ત્યારે ઓછામાં ઓછી ૧૫ વર્ષની ઉંમર હોવી જોઈએ અને ૧૬ જૂન, ૧૯૮૧ના રોજ કે તે પછી જન્મ થયો હોવો જોઈએ (કેટલાક અપવાદોને બાદ કરતાં)

DECA ૨૦૧૨ની નીતિ અને સૂચિત કાયદામાં શું ફરક છે?

આ કાયદામાં મુખ્ય ફરક એ છે કે રોજગારી માટે મંજૂરીની અરજી કર્યા વિના પણ ઝ઼ખ્ઘ્ખ્ રિક્વેસ્ટની અરજી કરી શકાય છે. તેના કારણે અરજીની ફી પણ ઓછી થઈ છે. સાથે જ DECA પ્રાપ્ત થયું હોય તેમને રોજગારીની મંજૂરી માટેની પણ નવી વ્યવસ્થા ઊભી થાય છે. બીજું કે DECA રિક્વેસ્ટ રદ થશે તો વર્ક પરમીશન પણ આપોઆપ રદ થશે.

નવા કાયદા માટે સૂચનો માટે ૬૦ દિવસનો સમય આપવામાં આવશે અને તે પછી આખરી મુસદ્દો તૈયાર થશે. તે પછી તેની મંજૂરી મેળવવાની રહેશે. આખરી નિયમો ફેડરલ રજિસ્ટરમાં પ્રગટ થશે અને તે પછીના ૩૦ કે ૬૦ દિવસમાં તેનો અમલ શરૂ થશે.

પ્રમુખ બાયડેને DECA માટે કાયદો કરવાનું અને તે મેળવનારા લોકોના હિતોનું રક્ષણ કરવાનો વાયદો કર્યો હતો અને તેના ભાગરૂપે આ કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લો વિશે આ પ્રકારની વધારે માહિતી માટે તમે NPZ લો ગ્રૂપના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-006 (x104) વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here