લોટરીમાં મળે મને H-1B વીઝા ના મળ્યા તો હવે શું કરવું

0
1431

 

વિદેશી કર્મચારીની ભરતી પહેલાં PERM લેબર સર્ટિફિકેશન મેળવવું જરૂરી છે, જેની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. એમ્પ્લોયમેન્ટ બેઝ વીઝા માટે આ પ્રક્રિયા જરૂરી છે અને I-140 ફાઇલ કરતાં પહેલાં મેળવી લેવાનું હોય છે. ઓછા પગારે વિદેશી કામદારની ભરતી ના થઈ જાય અને અમેરિકાના કામદારોની રોજગારીની સુરક્ષા રહે તે માટે PERM પ્રોસેસ દાખલ કરવામાં આવી છે. ભરતીના સમયગાળાને ધ્યાનમાં રાખીને PERM સર્ટિફિકેશન માટે અરજી કરવાની હોય છે. આ સિવાયના અન્ય મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીએ.

PERM રિક્રૂટમેન્ટ રિક્વાયરમેન્ટ શું છે?

અમેરિકાના શ્રમ વિભાગ દ્વારા PERM લેબર સર્ટિફિકેશન આપવામાં આવે છે, જેના આધારે કંપની વિદેશી કર્મચારીની કાયમી ભરતી કરી શકે. શ્રમ વિભાગના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન (ETA) વિભાગ પાસેથી સર્ટિફિકેટ લેવાનું હોય છે. આ માટે કંપનીએ PERM રિક્રૂટમેન્ટ પ્રોસેસ પૂર્ણ કરવી પડતી હોય છે.

જે જોબ માટે ભરતી થઈ રહી હોય તેના માટે પૂરતા પ્રમાણમાં અમેરિકન કામદારો ઉપલબ્ધ નથી, ઉપલબ્ધ છે તે કામ કરવા તૈયાર નથી કે લાયક નથી તેની ખાતરી પછી જ વિદેશી કર્મચારીની ભરતી થાય છે તેની ખાતરી USCIS થાય તે હેતુ સાથે PERM રિક્રૂટમેન્ટ પ્રોસેસ રાખવામાં આવી છે.

ભરતી કરવાની હોય તે જગ્યા પ્રોફેશનલ છે કે નોન-પ્રોફેશનલ અને તે કેટેગરી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત શું છે તે નક્કી કરવાનું હોય છે. સાથે જ આ કેટેગરીમાં ભરતી પહેલાં પૂરતા પ્રમાણમાં પ્રોસેસ કરવામાં આવી છે તે દાખવવું પડતું હોય છે.

પ્રોફેશનલ ગણાય તેવી જોબ માટે અમેરિકન નોકરીદાતાએ State Wage Agencies (SWA) પાસે ઓફર મૂકવી પડે. જ્યાં નોકરી આપવાની હોય ત્યાં ૩૦ દિવસની મુદત સાથે ઓફર મૂકવી પડે. સારો ફેલાવો ધરાવતા અખબારમાં બે જુદા જુદા રવિવારે બે પ્રિન્ટ એડ પણ આપવી પડે. વિસ્તાર ગ્રામીણ હોય અને વધારે ફેલાવો ધરાવતું અખબાર ના હોય ત્યારે વધારે પ્રચલિત અખબારમાં જાહેરખબર આપવી પડે. એડવાન્સ્ડ ડિગ્રી કે વિશેષ લાયકાત સાથેની જોબ હોય ત્યારે પ્રોફેશનલ જર્નલમાં પણ જાહેરખબર આપી શકાય છે.

જાહેરખબર પછી બીજા ત્રણ વધારાના પગલાં પણ લેવાના રહે. નીચેના ૧૦ વિકલ્પોમાંથી કમસે કમ ૩ પસંદ કરવાના રહેઃ

 જોબ ફેર (ભરતી મેળો)

 એમ્પ્લોયરની વેબસાઇટ

 એમ્પ્લોયર સિવાયની જોબ સર્ચ વેબસાઇટ

 કેમ્પસમાં જઈને ભરતી

 ટ્રેડ કે પ્રોફેશનલ જર્નલ, પ્રકાશન

 ખાનગી એમ્પ્લોયમેન્ટ કંપનીઓ

 વળતર સાથેનો એમ્પ્લોઇ રેફરલ કાર્યક્રમ (કર્મચારી પોતાના પરિચિતની ભલામણ કરે)

 કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યાલયો

 સ્થાનિક અને વંશીય અખબારો

 રેડિયો અને ટીવી જાહેરખબરો

નોન-પ્રોફેશનલ ગણાતી જગ્યા પર ભરતી માટે ઓછી પ્રક્રિયા કરવી પડતી હોય છે. જે વિસ્તારમાં ભરતી કરવાની હોય ત્યાંની સ્થાનિક SWA  જોબ ઓર્ડર ૩૦ દિવસ માટે મૂકવો પડે. સાથે જ બે જુદા જુદા રવિવારે અખબારમાં જાહેરખબર આપવી પડે.

વિદેશી કામદારોની ભરતી અથવા અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ અંગે બીજી કોઈ પણ મૂઝવણ હોય તો તમે અમારા NPZ VISASERVE   લો ગ્રુપના લોયર્સનું માર્ગદર્શન લઈ શકો છો. અમને ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો – 201-670-0006 (x 104). વધુ વિગતો માટે જુઓ અમારી વેબસાઇટ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here